Gujarat

વેપારીઓની આર્થિક ગતિવિધિ પર નજર રાખવા CBDTએ તૈયાર કર્યુ ખાસ સૉફ્ટવેર

અમદાવાદ
વેપારીઓની આર્થિક ગતિવિધિ અને લેવડદેવડ પર નજર રાખવા માટે સરકાર એક્શનમાં આવી ગઇ છે. ઝ્રમ્ડ્ઢ્‌એ આ માટે એક ખાસ સૉફ્ટવેર તૈયાર કર્યુ છે, જેના દ્વારા તમામ મુદ્દે તંત્રને અપડેટ મળતુ રહેશે. ઝ્રમ્ડ્ઢ્‌ એટલે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ તરફથી નવું સૉફ્ટવેર તૈયાર કરવામાં આવ્યુ છે, આ અદ્વૈત સૉફ્ટવેરથી વેપારીઓની આર્થિક ગતિવિધિ પર નજર રખાશે. જીએસટી નંબર રજીસ્ટ્રેશનની માહિતી પરથી આર્થિક વ્યવહારોની સ્ક્રુટીની પણ થશે. સૉફ્ટવેરે તૈયાર કરેલ રિપોર્ટ અન્ય સરકારી વિભાગોને પણ મોકલાશે, જ્યારે કોઇપણ પ્રકારની ગેરરીતિ સામે આવશે ત્યારે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરાશે.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *