Gujarat

વેરાવળના ભીડીયામાં તા.૨૫ ના રોજ બહેનો માટે માસિક ધર્મની સમસ્યાના નિવારણ અંગે સેમીનાર યોજાશે   

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નં. ૪ ભીડીયામાં રામેશ્ર્વર મંદિરના હોલમાં તા.૨૫-૧-૨૦૨૩ના રોજ સાંજે ૪ કલાકે માસિક ધર્મની સમસ્યા તેમજ માન્યતાઓ વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનાં મુખ્ય વક્તા આદિત્ય બિરલા હોસ્પિટલનાં ખ્યાતનામ ગાયનેક સર્જન ડૉ. ફોરમ પારેખ, (એમ. ડી.) દ્રારા બહેનોની માસિક ધર્મની સમસ્યા તેમજ માન્યતાઓ અંગે સચોટ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. માસિક ધર્મની સમસ્યાના નિવારણ માટેના ઉપાય અંગે વિસ્તૃત જાણકારી આપવાની સાથે માસિક ધર્મ સાથે જોડાયેલ ઘણી ગેર માન્યતાઓ અને અંધશ્રધ્ધા દુર કરવા માટેના ઉપયોગી સમજણ આપવામાં આવશે. વોર્ડ નં. ૪ ના સક્રિય કર્મનિષ્ડ નગરસેવક ચંદ્રિકાબેન સિકોતરીયા દ્રારા આ સેમીનારમાં વધુમાંવધુ બહેનોને સહભાગી થવા માટે અનુરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *