ઉના લોહાણા મહાજનતથા સર્વે સમાજ દ્વારા ડે. કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું…
વેરાવળના સેવાભાવી અને પ્રતિષ્ઠિત ડો.અતુલ ચગ પોતાનો હોસ્પિટલમાં રહેણાંક મકાનમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ તે અંગે
સર્વગ્રાહી તટસ્થ તપાસ કરી દોષિતો સામે સત્વરે પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે ઉના લોહાણા મહાજન સમાજના પ્રમુખ
મહેન્દ્રભાઈ ગટેચા, ઉ પ્રમુખ રસીકભાઇ તન્ના, દિપકભાઈ સંઘાણી, ચંદુભાઇ કોટેચા, મનુભાઇ કોટેચા, નટુભાઇ રાજ, તેમજ
જીતુભાઇ પંડક સહીતનાં લોહાણા મહાજન સમાજ તથા સર્વ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાય ઉના પ્રાંત કચેરી ખાતે ડે.
કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું…
વેરાવળ મુકામે રહેતા અતી સેવાભાવી અને જ્ઞાતી જાતીના ભેદભાવ જોયા વગર દર્દીઓની સેવા કરનાર તેમજ અસીમ ચાહના
મેળવનાર ડો. અતુલભાઈ ચણ સાહેબે આત્મહત્યા કરેલ અને રહસ્યમય આત્મહત્યાનો બનાવ બનેલ છે. અને આ ધટનાને લોહાણા
મહાજન તથા સર્વ સમાજ ઉનાના આગેવાનો સખ્ત શબ્દોમા વખોડી કાઢેલ તેમજ આ બાબતની તપાસ સ્થાનીક પુરાવાઓ,
સાંયોગીક પુરાવાઓ, મોબાઈલ રેંકૉર્ડ અને અન્ય જે કાઈપણ પુરાવાઓ મળી આવે તેના આધારે સમગ્ર રીતે ઉંડાણ પૂર્વક સધન તપાસ
કરી કોઈપણ ચમરબંધીની કોઈપણ પ્રકારનની શેહ શરમમાં આવ્યા વગર આ તપાસનો દોર બાહોશ, નિષ્ઠાવાન અને પ્રમાણિક
અધીકારીને સોંપી અને આવા સેવાભાવી ડોકટરને આત્મહત્યા સુધી દોરી જનાર જે કોઈ પરીબળો હોય તેની સામે કડક કાયદાકીય
પગલાઓ લઈ અને તેમને યોગ્ય સજા થાય તે માટે ઉના શહેર તાલુકાના લોહાણા મહાજન તથા સર્વ સમાજના આગેવાનો મોટી
સંખ્યામાં લોકોએ ડે.કલેકટરને આવેદન પત્ર પાઠવી માંગણી કરી હતી…
