વેરાવળ શહેરમાં આવેલું માછીમાર સમાજના વિસ્તાર દરિયાકાંઠે જાલેશ્વર ખાતે પાક્કો પુલ બની રહ્યો છે ત્યારે આ રોડ ફક્ત બિલ્લા મંદિરથી લઈ જાલેશ્વર મંદિર રામદેવજી મહારાજ મંદિર દર્શનાર્થીઓ માટે પુલ પાકો સિમેન્ટ રોડ બને છે ત્યારે આ જાલેશ્વર મંદિર જવા માટે આશરે છેલ્લા ત્રણ વર્ષથી પુલનું બાંધકામ સરકાર શ્રી ના આદેશ મુજબ અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા બંનેના નેજા હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી આ કામગીરી પૂલ જ્યારે બનતો હોય ત્યારે આ સાઈડ ઉપર દેખરેખ ચાલુ હોવાથી દરરોજ બંને ભાઈઓ કિશોરભાઈ કુહાડા જીતુભાઈ કુહાડા પોતાના સમય અનુસાર બિલ્લા મંદિરથી જાલેશ્વર મંદિર સુધી દર્શનનો પાકો રસ્તો બની રહ્યો હોય માટે કામગીરી ચાલુ હોય ત્યારે કડી મહેનત કરી આ બંને ભાઈઓ પુરી જહેમત ઉઠાવી છે દરરોજ થોડો સમય જાલેશ્વર મંદિર માટે કાઢી અને આ રસ્તાની દેખરેખ કરવા માટે બંને ભાઈઓ પોતાના સમય મુજબ ત્યાં જાય છે અને કોઈ ફેરફાર હોય તો રસ્તાના ફેરફારમાં સૂચન આપે છે પાકો સિમેન્ટ રોડ બની શકે એ માટે છેલ્લા ત્રણ વર્ષથી કિશોરભાઈ કુહાડા જીતુભાઈ કુહાડા બાંધકામની પૂરી સાર સંભાર નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે ત્યારે આજરોજ તારીખ 1/ 1/ 2023 ના રોજ કિશોરભાઈ કુહાડા શ્રીની ગાઈડ લાઈન મુજબ જીતુભાઈ કુહાડા દ્વારા P.W.D એક્ષેક્યુટીવે એન્જિનિયર S.D. મકવાણા સાહેબ તેમજ ડેપ્યુટી એક્ષેક્યુટીવ N. V. ગજેરા સાહેબ, સહિત જાલેશ્વર રામદેવજી મંદિર ના પુલ બને છે તે પુલ ઉપર પહોંચ્યા અને આ પુલ વહેલામાં વહેલી તકે દર્શનાર્થીઓ માટે રામદેવજી મંદિરના અને જાલેશ્વર મહાદેવના દર્શન માટે આ પુલ ખુલ્લો મુકાશે આ સમયે હાજર રહેલા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા P.W.D. ના સાહેબ માણવારા સાહેબ, N.V ગજેરા સાહેબ, બોટ એસોસિએશનના પ્રમુખશ્રી ગોપાલભાઈ ફોંફડી,ખારવા લોઢી સમાજના પ્રમુખશ્રી હીરાભાઈ વધાવી, મંત્રી નારણભાઈ બાંડિયા, કિશોરભાઈ ગણેશ, કિશનભાઇ વાંદર, સહિત મહારાજ શ્રી સહીત હાજર રહ્યા હતા. જય રામદેવજી મહારાજ જય હો ખારવા સમાજ તાલાલા ગીર રીપોર્ટ:કાજલ ભટ્ટ
