Gujarat

વેરાવળ શહેર માં રમજાન નાં પવિત્ર માસ માં એક 4 વર્ષના બાળકે રોઝુ રાખીને પ્રેમ અને ભાઇચારાનું સંદેશ આપેલ છે  

ગીરગઢડા
  ભરત ગંગદેવ
રમઝાન માસ માં મુસ્લિમ બિરાદરો એ 30 દિવસ રોઝું રાખીને અલ્લાહ ની બંદગી કરતા હોય છે.વહેલી સવારે શહેરી કરીને આખાય દિવસ દરમિયાન કશું ખાતા પિતા નથી અને સાંજે સૂર્યાસ્ત પછી તેઓ પોતાનું રોઝૂં ઈફ્તાર કરતા હોય છે.
આ ઉનાળાના મહિનામાં મોટી ઉમરના વ્યક્તિઓ ભૂખ અને પ્યાસા રહા છે અને સબર સાથે પોતાનું આખું દિવસ પસાર કરે છે ત્યારે નાના બાળકો પણ તેમના ઘરના વડીલો ને જોઇને સામાન્ય રોઝા રાખતા હોય છે.
એવી જ એક ઘટના વેરાવળ શહેરના મત્સ્ય વેપારી યાસીનભાઈ પંજા નાં સુપુત્ર મોહમ્મદ અનસ ની છે કે જે ફકત ચાર વર્ષ અને અમુક મહિના નું છે અને તેને સોળમુ રોઝૂ રાખી અલ્લાહ ની બંદગી કરી અને અલ્લાહ થી દુઆ કરેલ હતી કે …” એ….અલ્લાહ મારું આ રોઝુ કબૂલ કરે અને સમગ્ર દુનિયા માં ઇન્સાનિયત નું ભલું થાય અને લોકો ભાઈચારા અને પ્રેમ થી રહે અને દુનિયા માં દરેક વ્યક્તિ એક બીજા ને મદદગાર થાય તેવી દુઆ કરેલ હતી”

IMG-20230409-WA0413.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *