Gujarat

વેરાવળ-શાપર માં ગત રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ.

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ-શાપર માં બપોર બાદ અચાનક પલટો આવતા થોડી વાર શહેર માં વીજળી ના  ચમકારા જોવા મળતા હતા. એકાએક અચાનક ગાજવીજ અને પવન ફૂંકાતા લોકો માં ભય ફેલાતો જોવા મળતો હતો.તેમજ પારડી, લોધીકા, ખીરસરા, સહીત ના ગામોમાં કરા સાથે ઝોરદાર કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં ખેડૂતો ને જીરું,ઘઉ.લણેલ પાકને બહુ નુકસાન થવા પામેલ  છે.સતત બીજા દિવસે વરસાદી ઝાપટા પડ્યા હતા કોટડાસાંગાણી તાલુકા ના રામોદ સહીત ના ગામોમાં વરસાદ વર્ષયો હતો. ભર ઉનાળા માં વરસાદ પડતા મુખ્ય રોડ પર પાણી વહેતા થઈ ગયેલ હતા ખેડૂતો માં પણ મોટા પ્રમાણ માં નુકસાન થવા ના સમાચારો મળેલ છે.ફાગણ મહિના માં અચાનક વરસાદ પડતા પશુપાલકો તેમજ ખેડૂતો મૂંઝવણ માં મુકાયેલ હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1678111004050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *