સાંપ્રત સમયમાં આર્થિક સંકટ ટાળવા લોકો ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં ધીરનાર વ્યાજખોરોના ત્રાસનો શિકાર બની રહ્યા છે,તાત્કાલિક આર્થિક સંકટ ટાળવા ઊંચા વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજ ન ચૂકવી શકનાર લોકો યા તો ગેરકાયદેસર અને ગુનાહિત કૃત્ય તરફ વળે છે અથવાતો પોતાનું જીવન ટૂંકાવવા સુધીનુ પગલું ભરી લેતા હોય છે,ત્યારે વ્યાજખોરીનો ભોગ બનનાર લોકોમાં જાગૃતિ આવે અને આવા વ્યક્તિ અને પરિવારો ભોગ બનતા અટકે સાથે ગુજરાત નાણાં ધીરદાર અધિનિયમ 2011 નું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર રીતે અને ઊંચા વ્યાજે નાણાં ધીરનાર વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાના ઉદ્દેશ્યથી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના અધ્યક્ષ સ્થાને એક લોકદરબાર યોજાયો હતો ,જેમાં મોટી સંખ્યામાં નગર અને તાલુકાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા,લોકદરબારમાં જિલ્લા પોલીસ અધિક્ષકે વિસ્તૃત જાણકારી આપવાની સાથે ભોગ બનનાર લોકો સામે આવે અને વ્યાજખોરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવે તેવી અપીલ પણ કરી હતી.લોકદરબરમાં ભોગબનનાર લોકોએ પોતાની આપવીતી સાથે વ્યાજખોરો અંગે રજુઆત પણ કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


