Gujarat

વ્યાસવાસણા  દૂધ  ઉત્પાદન સહકારી મંડળી ખાતે  રક્તદાન કેમ્પ યોજાયો

મકસુદ કારીગર,કઠલાલ
 કપડવંજ તાલુકાના વ્યાસવાસણા ગામમાં  ગ્રામ પંચાયત ના સરપંચ  કેતનભાઇ પટેલ તેમજ દૂધ ઉત્પાદન સહકારી મંડળી ના ચેરમેન  વિનોદભાઈ પટેલ અને સેક્રેટરી મંગળદાસ રાઠોડ અને સી. આર.પરીખ બ્લડ સેન્ટર કપડવંજ ( ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કપડવંજ) ના સહયોગથી રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાસવાસણા  ગામના  યુવાનો દ્વારા સ્વૈચ્છીક રક્તદાન થકી (૨૨) બોટલ એકત્રિત કરવામાં આવી. તમામ રક્તદાતાઓને વ્યાસવાસણા દૂધ ઉત્પાદન મંડળી તરફથી  શુભેચ્છા ગીફ્ટ પણ આપવામાં આવી હતી. સમગ્ર  કાર્યક્રમને  સફળ બનાવવા માટે  બ્લડ સેન્ટર ના મેડિકલ  ઓફિસર ર્ડા. મનુભાઈ  ગઢવી, સ્ટાફ નર્સ ચૈતાલી  કાપટેલ, કૈલાશબેન  શર્મા  બ્લડ ડોનેશન  કોઓર્ડીનેટર ચિરાગ  પરમાર, વસંતભાઈ  ભટ્ટ તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

IMG-20230523-WA0011-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *