પાટણ
સરફરાજખાન તા. ૧લીનાં રોજ સવારે પોતાનું બાઇક લઇને તેમનાં માવચરી નામનાં ખેતરમાં વાવેલા ચણા જાેવા ગયેલા ને ત્યાંથી તેમનાં બીજા ખેતરે આંટો મારવા અત્રેનાં તાજીયાવાળા ખેતરનાં રસ્તે થઇને બાઇક પર જતા હતા ત્યારે ખેતરનાં સેઢા પર આવેલી બોરડીનાં ગુંદામાંથી ઇલિયાસ ભટ્ટીએ એકદમ તેમનાં બાઇકની આગળ આપીને ઉભા રહી ગયા હતા અને સરફરાજને કહેલ કે,‘તું મારી પત્નિ સાથે આડા સંબંધ કેમ રાખે છે?’ તેમ કહીને તેની કમરમાંથી ઇલિયાસે રિવોલ્વર કાઢીને સરફરાજને જાનથી મારી નાંખવાનાં ઇરાદે ત્રણ રાઉન્ડ વારાફરતી ફાયરીંગ કરતાં અકે રાઉન્ડ તેમની જમણી છાતીમાં અને બીજાે રાઉન્ડ બગલની બાજુમાં વાગ્યો હતો ને ત્રીજાે રાઉન્ડ તેઓ ખસી જતાં વાગ્યો નહોતો. સરફરાજને ઇજાઓ થતાં તેણે બુમો પાડતાં ઇલિયાસ નાસી ગયો હતો. ને તેમનાં સગાઓ ઘટના સ્થળે આવીને તેમને પાડલાથી સીતાપુર હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. આ બનાવ ઇલીયાસની પત્નિ સાથે સરફરાજનાંઆડા સંબંધો હોવાનાં વહેમનાં કારણે બન્યો હતો. આરોપી ઇલીયાસમીયાં પુંજેમીયાં ભટ્ટી ને એલ.સી.બી.પાટણ તથા એલ.સી.બી.પાટણના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા હ્યુમન રીસોર્સ તથા ટેક્નીકલ એનાલીસીસ આધારે આરોપી ઇલીયાસમીયાં પુંજુમીયાં ભટ્ટી રહે.પાડલા તા.શંખેશ્વર જી.પાટણવાળાઓને પકડી પાડી આગળની કાર્યવાહી સારૂ શંખેશ્વર પો.સ્ટે. ખાતે સોંપેલ છે.શંખેશ્વરના પાડલા ગામે ખેતરમાં ગયેલા યુવાન પર થયેલા ગોળીબારમાં છાતીમાં જીવલેણ ઈજા સાથે ઝાયડસ હોસ્પિટલ, સીતાપુર ખાતેની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્ત સરફરાજખાન કાલુમીયાં ભટ્ટી (ઉ.વ.૩૧) ગામનાં ઈલિયાસ પજીમીયા ભટ્ટી સામે તેણે ફાયરીંગ કરીને ગંભીર હુમલો કર્યાનો આક્ષેપ કરતી ફરીયાદ નોંધવતાં પોલીસે આ અંગે આરોપી સામે આઇપીસી ૩૦૭ તથા આર્મ એક્ટ મુજબ ગુનો નોધ્યો હતો. આરોપીએ પોતાની રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું.તો પાટણ એલ સી બી પોલીસ દવરા આરોપી ને ઝડપી પાડ્યો હતો.


