*અંબાજી મંદિરના ગર્ભગૃહમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી હતી*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે આજે અંબાના ચરણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દર્શનાર્થે આવ્યા હતા ગુજરાતની સુખાકારી અને પ્રગતિ માટે તથા ગુજરાતની જનતા ખૂબ આગળ વધે તેવી મા જગતજનની અંબાને પ્રાર્થના કરી હતી. માતાજીના મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ માતાજીની ગાદી પર જઈ ભટ્ટજી મહારાજ જોડે આશીર્વાદ મેળવ્યો હતો. મંદિરના મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજ દ્વારા વિધાનસભાના અધ્યક્ષને રક્ષા કવચ બાંધી આશીર્વાદ આશીર્વાદ મેળવ્યા હતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અંબાજી મંદિર પહોંચતા અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિરમાં પહોંચી શંકર ચૌધરી માતાજીના દર્શન કર્યા હતા. તો મંદિરના ગર્ભગૃહમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી હતી. શંકર ચૌધરી મા અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.
*અહેવાલ વિક્રમ સરગરા , અંબાજી*


