*અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના સત્તાધીશોનું હજી સુધી પેટનું પાણી હાલ્યું નથી*
*અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતા ભક્તો નારાજ મંદિરથી દર્શન કરી પ્રસાદ લીધા વિના જઈ રહ્યા છે*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા ત્રણ દિવસથી મોહનથાળ નો પ્રસાદ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બંધ કરવામાં આવ્યો છે જ્યારે શનિવાર અને રવિવારના દિવસે અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ દૂર દૂરથી માતાજીના ચરણે આવે રયા છે ત્યારે તેમને મોહનથાળનો મહાપ્રસાદ ન મળતાં યાત્રાળુઓ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના આ નિર્ણયને લઈને યાત્રિકો મોટી સંખ્યામાં વિરોધ દર્શાવ્યો રહ્યા છે અંબાજી મંદિરમાં માઈભક્તોનો ભારી હોબાળો જોવા મળ્યો હતો. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતા તમામ ભક્તો નારાજ મંદિરથી દર્શન કરી જઈ રહ્યા છે
# *અંબાજી મંદિર પ્રસાદી કેન્દ્ર પર માઈભક્તોનો ચીકીના પ્રસાદનો વિરોધ કરતા ભારી હોબાળો જોવા મળી રહ્યો છે* #
અંબાજી મંદિર ખાતે 3 માર્ચથી મોહનથાળનો મહાપ્રસાદ બંધ કરવામાં આવ્યો છે. તો તેના બદલામાં ચીકીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. ત્યારે દૂર દૂરથી આવતા યાત્રિકો મોહનથાળનો મહાપ્રસાદ ન મળતાં પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ પ્રત્યે રોશ ઠાલવી રહ્યા છે
મોહનથાળનો મહાપ્રસાદ લઈ યાત્રિકો ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.
અંબાજી મંદિરને આપેલા 48 કલાકનો અલ્ટીમેટમ પૂર્ણ થતાં હિન્દૂ હિત રક્ષા સમિતિની મીટીંગ મળી હતી. જેમાં અંબાજી બંધનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ કરાયો છે. હોળી અને ધુળેટીના પર્વને લઈ અંબાજી મંદિરમાં યાત્રિકોનો ઘસારો વધતો જોતા 2 દિવસ બાદ નિણર્ય લેવામાં આવશે.
અંબાજીના વેપારી મંડળ અને હિન્દુ રક્ષા સમિતિ દ્વારા અંબાજી મંદિરને 48 કલાકમાં મોહનથાળનો પ્રસાદ ફરીથી ચાલુ કરવા કહેવામાં આવ્યું હતું. પણ હજી સુધી સત્તાધીશોના પેટનું પાણી હાલ્યું નથી
આજે હિન્દુ હિત રક્ષા સમિતિ અને ગ્રામજનો મિટિંગમાં જોડાયા હતા. ત્યારે મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેવસ્થાન ટ્રસ્ટ બનાસકાંઠા કલેક્ટર દ્વારા મોહનથાળ નો પ્રસાદ બે દિવસમાં શરૂ કરવામાં નહીં આવશે તો 8 તારીખે ફરી મીટીંગ ગ્રામજનો સાથે કરી આ આંદોલનને આગળ વધારવામાં આવશે. હોળી અને ધુળેટીના પર્વને લઈ બે દિવસ બાદ આપેલા અલ્ટીમેટમ પર આગળની રૂપરેખા તૈયાર કરવામાં આવશે અને જરૂર પડશે તો ભૂખ હડતાલ અને અંબાજી ગામને બંધ કરવાની કામગીરીની પ્રક્રિયા 8 તારીખે જે મીટીંગ યોજાશે તેમાં નિર્ણય લેવામાં આવશે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

