શાપર-વેરાવળ માં નેશનલ હાઇવે ના સર્વિસ રોડ પર હાઇવે ઓથોરિટી એક સાંધે ને તેર તૂટે જેવી પરિસ્થિતિ નું નિર્માણ થયુ છે. જેમાં અહીંયા થોડા માસ પેલાજ સર્વિસ રોડ માં ડામર રોડ બનાવાયો હતો અને જે ભૂગર્ભ ગટર નું પણ સમારકામ હાથ ધરાયું હતું જેમાં ફરી થી આં ગટર માં કચરો એકઠો થતા ગટર ચોકપ થઇ અને પાણી રોડ પર વહેતા થયા છે.અને ઉભરાતા પાણી થી પસાર થતા વાહન ચાલકો અને આસપાસ વિસ્તાર ની સોસાયટીઓ તેમજ દુકાન ધારકો સહીત સ્થાનિક લોકો અને વાહન ચાલકો ને હાલાકી થઇ રહી છે.ઉભરાતી ગટર ના કારણે મચ્છરો નો ઉપદ્રવ પણ આજુબાજુ ના વિસ્તારો માં વધ્યો છે. જેથી પસાર થતા વાહન ચાલકો અને સોસાયટી ના રહીશો તેમજ દુકાન ધારકો પર પણ આરોગ્ય નો ખતરો મંડરાયેલ છે.જેમાં અહીં સર્વિસ રોડ માં હજારો ની સંખ્યા માં વાહનો દરરોજ પસાર થતા હોય છે. જેથી પસાર થતા વાહન ચાલકો પણ બેહાલ બન્યા છે.તેમજ હાઇવે ઓથોરિટી ની બેદરકારી સામે આવી છે.સર્વિસ રોડ માં મોટા મોટા ગાબડાઓ પડતા વાહન ચલાવવા માં પણ મુશ્કેલી નો સામનો કરવો પડે છે.જેથી તંત્ર વહેલી તકે આં સર્વિસ રોડ નુ સમારકામ હાથધરી
યોગ્ય કામગીરી કરે નહિતર આગામી દિવસો માં અહીંયા પણ મોટો અકસ્માત થવાની સંભાવના વધુ રહેલી જોવા મળે છે.અહીંયા દર વખતે આજ સમસ્યા રહેતા આજુબાજુ ની દુકાનો ના માલિકો પણ ત્રાસી ગયા છે. તે લોકો એ જણાવ્યું હતું અહીં થોડા સમય પેલા માટીના ટ્રકટર ભરીને નાખેલ હતા પણ પરિસ્થિતિ જેસે થે વેસે હી થઈ જવા પામી છે.જેથી તંત્ર વહેલી તકે આં ગટર અને રોડ નું સમારકામ કરે તેવી લોક માંગ ઉઠી છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


