શાપર-વેરાવળ:-
ભારત દેશ સાંશકૃતિક પર્વ નો દેશ મનાય છે. ત્યારે
જેમાં દિવાળી. નવરાત્રી. હોળી,જેવા પરવો ધામધૂમ થી ગુજરાતી ઉજવણી કરતા હોય છે. ત્યારે શાપર-વેરાવળ માં મકરસંક્રાંતિ પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરવમાં આવેલ હતી. આ પર્વ ને વધાવવા પતંગ રસિયાઓ અગાઉ થી જ઼ ત્યારી માં લાગી જતા હોય છે જયારે આજરોજ શાપર-વેરાવળ. પડવલા. રીબ. પારડી, ગુંદાસરા. ઢોલરા. સહીત ના આજુબાજુ ગામોમાં પતંગ રસિયાઓ એ સવાર થી જ છત પર પરિવાર સહીત પહોંચી ગયા હતા.
મકરસંક્રાંતિ ના દિવસે ગૌમાતાઓ ને લીલો ચારો ખવડાવવાનું ધાર્મિક મહત્વ પણ મનાય છે.જેમાં કાયપો છે ના નાદ સાથે યુવાનો ઉત્સાહ પૂર્વક પતંગ ચગાવતા જોવા મળી રહ્યા હતા.આ વર્ષે નવો ક્રેઝ જોવા મળ્યો હતો જેમાં છત પર માતાજી ની આરતીઓ અને ગીતો તેમજ ટીટોડા સહીત દેશભક્તિ તેમજ ગુજરાતી ગીતો ની રમઝટ બોલી હતી. તેમજ
પતંગ ઉડાડવાની પણ નાના બાળકો એ પેરેન્ટ્સ સાથે ઉત્સાહ થી મોજ માણી હતી. જેમાં હાડ થીજાવતી ઠન્ડી વચ્ચે પણ દિવસ ભર શાપર-વેરાવળ વાસીઓ પતંગ ઉડાવતા જોવા મળ્યા હતા અને સાંજે સંધ્યા ટાણે શાપર-વેરાવળ ની અગાસીઓ હનુમાન ચાલીશા ના અવાજ થી ગુંજી ઉઠી હતી. સાથે મમરા ના લાડુ. કાળી સેરડી. લીલા ચણા સહીત આરોગ્ય હતા.જેમાં શાપર-વેરાવળ માં સવાર માં થોડો ઠન્ડો સુસવાતા મારતો પવન ફૂંકાતા પતંગરસિયા ઓ મોટે ભાગે છત કરતા નીચે ના ખુલ્લા મેદાનો માં પતંગ ઉડાડતા જોવા મળી રહ્યા હતા.વહેલી સવાર થી યુવાનો.અને વડીલો વગેરે છત પર ઉતરાયણ પર્વ ની ઉજવણી કરાય હતી. જેમાં શહેર માં ઠેર-ઠેર દુકાનો માં આ વર્ષે ઊંધિયા નું વેચાણ પણ ધૂમ જોવા મળ્યું હતું જેમાં મન ભરીને લોકો એ મકરસંક્રાંતિ પર્વ ની ની ઉજવણી કરી હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


