સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલામાં શિવાજીનગરમાં રહેતા અને પૂર્વ નગરસેવક તથા સગર સમાજના યુવા કાર્યકર વિજય રાઠોડ દ્વારા માનવીય મૂલ્યોનો હજી પણ નાશ થયો નથી. તે બાબતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જે લગભગ હવે વિસરાતા જાય છે અને ક્યાંક ક્યાંક ખારા રણમાં મીઠી વીરડી સમાન કિસ્સાઓ જાણવા મળે છે ત્યારે તેની સમાજે નોંધ લેવી જ પડે. બન્યું એવું છે કે વિજય રાઠોડ પોતાની ડ્યુટી ઉપર હતા ત્યારે જાહેર રોડ ઉપર એક બેગ રેઢી મળી આવી. આસપાસ પૂછપરછ કરી તો કોઈની ન હતી. બાદમાં હોમગાર્ડ કચેરીએ જમાં કરાવી બધાની હાજરીમાં ચેક કરી તો ૧૦૦૦૦૦/- રૂપિયા જેટલી રોકડ રકમ અને કપડાં અને જરૂરી ડોક્યુમેન્ટ્સ હતા. થોડા સમયમાં એક ગોધરા પંથકનો ખેતમજૂર કે જે પોતે રાખેલ ભાગિયા તરીકેની જમીનમાંથી ખેત પેદાશનો હિસાબ વેપારી પાસેથી લઇ ગામડા તરફ બાઇક લઇને જતો હતો ત્યારે બેગ પડી ગયેલ. પોતાની રકમ સાથેની બેગ સલામત મળતા આંખમાં આંસું આવી ગયા હતા. વિજય રાઠોડને ભેટી પડ્યો હતો અને દિલથી આભાર માન્યો હતો.