Gujarat

શામળાજીમાં પોલીસે ગોળની આડમાં લઈ જવાતો ૧૩.૮૬ લાખનો દારૂ પકડાયો

મોડાસા
શામળાજી પોલીસે નેશનલ હાઈવે ઉપર આવેલી બોર્ડર પોલીસ ચોકી પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી ટ્રકની તલાશી લેતાં તેમાં ગોળના કટ્ટાની આડમાં ગેરકાયદે લઈ જવાતો રૂ.૧૩,૮૬,૨૪૦ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પોલીસે ટ્રક ચાલક સામે અને વિદેશી દારૂ ભરી આપનાર વોન્ટેડ આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી આવતા શંકાસ્પદ વાહનોનું બોર્ડર પોલીસ ચોકી ઉપર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રક નંબર પીબી ૩૨ પી ૧૬ ૪૪ ને અટકાવીને પોલીસે તલાશી લેતાં ગોળના કટ્ટા નંગ ૪૦૦ ની આડમાં છુપાવવામાં આવેલી વિદેશી દારૂની પેટી નંગ ૩૧૯ બોટલ નંગ ૪૪ ૧૬ મળી હતી. પોલીસે રૂ.૧૩, ૮૬,૨૪૦નો વિદેશી દારૂનો જથ્થો તેમજ ?૪૦,૦૦૦ નો ગોળ અને મોબાઈલ તેમજ ટાટા ટ્રક સહિત કુલ રૂ.૨૧,૩૬,૨૪૦નો મુદ્દા માલ કબજે લઈને ચાલક રામકિશન સીતારામ નસીબ ગુર્જર રહે. બન્ના ટેનસા તા. બાલાચોર જિ.નવા શહેર પંજાબની અટકાયત કરીને વોન્ટેડ આરોપી કુલવિન્દર રવિ પાલ ચમાર રહે મોહન માંજરા તાલુકો બાલા ચોર નવા શહેર પંજાબ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Page-37.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *