આજ રોજ ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી.ડો.કુબેરભાઈ ડીંડોર સાહેબ ના અધ્યક્ષ સ્થાને જામનગર ખાતે કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આચાર્ય ,શિક્ષકો અને દાતા સન્માન તથા મોટીવેશનલ કાર્યક્રમો થયા.આ કાર્યક્રમ માં જામનગર ના ધારાસભ્ય શ્રી રિવાબા જાડેજા,કાલાવડ ના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ,જીલા ભાજપ પ્રમુખ રમેશભાઈ,જીલા પંચાયત પ્રમુખ ધરમસીભાઈ ચનીયરા ,શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી લગધીર સિંહ જાડેજા.મેયર બીનાબેન, નગર શિક્ષણ સમિતિ ના ચેરમેન મનીષભાઈ કનખરા,જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા,(DDO) મિહિર પટેલ સાહેબ,(DPEO) દુમરાડીયા સાહેબ ,.(DEO) મધુબેન ભટ્ટ, શાસણાધિકારી ફાલ્ગુનીબેન,રાજ્ય પ્રા.શિક્ષક સંઘ ના પ્રમુખ દિગુભા જાડેજા અન્ય હોદેદારો ,અધિકારીઓ
ઉપસ્થિત રહ્યા હતા…………
આ કાર્યક્રમ માં જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ગામોના વિવિધ આચાર્ય અને શિક્ષકો નું સન્માન શિક્ષણ મંત્રી ના હસ્તે કરવામાં આવ્યું.જેમાં હડિયાણા તાલુકા શાળા ના આચાર્ય પ્રવીણભાઈ ભેંસદડીયા, હડિયાણા કન્યા શાળા ના આચાર્ય અરવિંદભાઈ મકવાણા,.તથા શિક્ષિકા દેવાંગીબેન બારૈયા,.નેસડા પ્રા.શાળા ના શિક્ષક રમેશભાઈ ધમસાનિયા,. જસાપર પ્રા.શાળા ના શિક્ષક સાગરભાઈ પીપરિયા,તથા કલ્પેશભાઈ ડાંગર,.પીઠડ તા.શાળા ના શિક્ષક રાકેશભાઈ ફેફર તથા વિશેષ દાતા સન્માન માં જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના નેસડા ગામના સરપંચશ્રી રાજેશભાઇ મકવાણા નું સાલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ગામોના વિવિધ શિક્ષકો શિક્ષણ માટે સતત કાઈને કાઈ નવીન પ્રયોગો અને શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.શિક્ષણ મંત્રી ડો.ડીંડોર સાહેબે તમામ જિલ્લાના શિક્ષકો ને મોટીવેશનલ સ્પીચ આપી હતી.અને ઉત્સાહ વધાર્યો હતો.
આ તકે જોડિયા તાલુકા ના બી.આર.સી.એ.એ.જામી.(TPEO) ઊર્મિબેન સાગઠિયા અને તાલુકા સંઘ ના પ્રમુખ ભાવેશભાઈ પનારા અને મંત્રી ગેલાભાઈ જારીયા ઉપસ્થિત રહી તમામ શિક્ષકો ને અભિનંદન સહ શુભકામનાઓ આપવામાં હતી……………………………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા………


