Gujarat

શિવરાત્રી મેળા સંદર્ભે વાહનો માટે પાર્કિંગ સ્થળો જાહેર કરાયા

ભવનાથ તળેટી ખાતે મહાવદ નોમ થી શરૂ થયેલા શિવરાત્રી મેળા દરમિયાન ટ્રાફિક નિયમન અને અકસ્માત નિવારણ ટાળવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જૂનાગઢ દ્વારા વાહન પાર્કિંગ માટે સ્થળો જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જેમાં જાહેર પાર્કિંગ સ્થળોમાં તમામ પ્રકારના વાહનો માટે નીચલા દાતાર પાસે ખુલ્લી જગ્યામાં, ટુ વ્હીલર માટે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે, ભવનાથ. પ્રાઇવેટ વાહન પાર્કિંગ સ્થળોમાં તમામ પ્રકારના વાહનો માટે ભાગચંદભાઈ સુખવાણી, (કાળુભાઈ ની વાડી) તરીકે ઓળખાતી જમીન મજેવડી ભવનાથ રોડ, શશીકાંતભાઈ દવેની વાડી મજેવડી દરવાજા થી ભરડાવાવ રોડ, જિલ્લા જેલની વાડી પર, જુના દારૂખાનાની ખુલ્લી જગ્યા મજેવડી રોડ, (માલિક ડોલરભાઈ કોટેચા) એડવોકેટ શ્રી દિપેન્દ્રભાઈની વાડી ગિરનાર દરવાજા, અશોક બાગ આંબાવાડી મજેવડી દરવાજા થી ભરડાવાવ તરફ જતા રસ્તે વાહન પાર્કીગ કરી શકાશે.

આ જાહેરનામું તા.૧૮/૨/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *