Gujarat

શૈલેષ રાઠવાનાં દુઃખદ અવસાનનાં પગલે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે શોક વ્યક્ત કર્યો                 

છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં યુવા પ્રમુખ શૈલેષભાઈ રાઠવાનું બોડેલી ખાતે અચાનક હ્રદય રોગનાં હુમલાથી દુઃખદ અવસાન થતાં સમગ્ર શિક્ષણ આલમમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

               સદગતનાં આત્માની ચિર શાંતિ અર્થે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સહિત જિલ્લા અને તાલુકા ઘટક સંઘનાં હોદ્દેદારોએ પ્રભુ પ્રાર્થના કરી હતી. આ સાથે તેમનાં પરિવારજનો પ્રતિ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

IMG-20230325-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *