Gujarat

શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧૨ ની ફેરવેલ પાર્ટી યોજવામાં આવી.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
             શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલ કઠલાલ માં સંસ્થાના ચેરમેન ડો. બંકિમ શાહના માર્ગદર્શન હેઠળ ધોરણ નવ થી ૧૨ ના કોર્ડીનેટર હિનાબેન તથા તેમના સ્ટાફ દ્વારા ધોરણ ૧૨ ની ફેરવેલ પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું. ડો. બંકિમ શાહે પ્રાસંગિક ઉદબોદન કરી વિદ્યાર્થીઓને સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. ધોરણ ૧૧ ના બાળકોએ સાંસ્કૃતિક પ્રોગ્રામ કર્યો. ધોરણ ૧૨ ની વિદ્યાર્થીનીઓએ કેટ વોક કર્યું સાથે સાથે વિદ્યાર્થીઓએ એકબીજાની ટીશર્ટ ઉપર સહી કરીને ફેરવેલ ને યાદગાર બનાવ્યો. સંસ્થાના ડાયરેક્ટર  સતીશ પાટીલે અભિનંદન અને શુભકામનાઓ પાઠવી. સમગ્ર ફેરવેલ નું સંચાલન નરેન્દ્ર સરે તથા આભાર વિધિ હિના બેને કરી. છેલ્લે વિદ્યાર્થીઓ અને સ્ટાફે ભેગા મળીને ભોજન લીધું અને આંસુ ભીના હૃદય છૂટા પડ્યા.

IMG-20230220-WA0103.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *