Gujarat

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યના પાટણ જિલ્લામાં તા. ૧૯મી માર્ચના રોજ બે કડીયાનાકા ખાતે ભોજન કેન્દ્રો શરૂ કરાશે

પાટણ
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો માટે રાજ્યના પાટણ જિલ્લામાં બે કડિયા નાકા પર તા. ૧૯ માર્ચ, ૨૦૨૩ના રોજ સવારે ૯.૩૦ કલાકે ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે. જેમાં માત્ર રૂ. ૫/-ના ટોકન દરે બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે તેમ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ-અમદાવાદની યાદીમાં જણાવ્યું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર તા તા. ૧૯ માર્ચ, ૨૦૨૩ના રોજ પાટણના ગણપતિ મંદિરની બાજુમાં આવેલા સુભાષચોક અને પાટણ જિલ્લાના પંચાસર ખાતે જૈન દેરાસરની બાજુમાં ગોળશેરી કડિયાનાકા ખાતે ભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવશે, જેથી મોટા પ્રમાણમાં બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજનનો લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *