સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત ,શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં તારીખ ૧૭ /૨/૨૩ના રોજ સાડી ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આમ ગણીએ તો સાડીએ ભારતીય સંસ્કૃતિની વસ્ત્ર પરિધાનની એક અનોખી ઓળખ છે.. સાંપ્રત સમયમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનાં પ્રભાવમાં એક વિસરાતી જતી આ સંસ્કૃતિની પહેચાનને જાળવવા માટે પણ સાડી ડે ની ઉજવણી એ ભારતીય પરંપરા અને સંસ્કૃતિની જતન માટે ખૂબ મહત્ત્વનું પરિબળ ગણી શકાય.


