અમદાવાદ
ૈંઈન્જી કોચિંગ માટે ભાષા શિક્ષણ અને એસેસમેન્ટ સુધારવા અને સમગ્ર ગુજરાતમાં ૈંઈન્જી ઉમેદવારો માટે વર્ગખંડમાં શિક્ષણનો અનુભવ વધારવા માટે, શ્રીહરિ એજ્યુકેશન કન્સલ્ટન્ટ પ્રા. લિ.એ નિકોલ, શાસ્ત્રીનગર અને નારણપુરામાં ત્રણ કેમ્બ્રિજ લર્નિંગ સેન્ટર ખોલવા માટે કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ એન્ડ એસેસમેન્ટ સાથે સહયોગ કર્યો છે.
આ ભાગીદારી એક સહયોગી અભિગમની કલ્પના કરે છે જે વૈજ્ઞાનિક રીતે પરિણામ-આધારિત અભ્યાસ સામગ્રી અને ૈંઈન્જી ઉમેદવારો માટેના તાલીમ સાધનો દ્વારા રચાયેલ છે.
કેન્દ્રોના ઉદઘાટન પર ટિપ્પણી કરતા, અરુણાચલમ ટીકે, પ્રાદેશિક નિર્દેશક, દક્ષિણ એશિયા, કેમ્બ્રિજ અંગ્રેજી, એ જણાવ્યું હતું કે, “અમારો હેતુ શીખવાનું અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો અને વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓની સાચી ક્ષમતાને અનલોક કરવાનો છે. અમે યુવાનોને નવાં ખ્યાલો અને તકનીકો શીખવામાં મદદ કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પો પ્રદાન કરીને તેમને વિકસાવવાનો પ્રયાસ કરીએ છીએ. કેમ્બ્રિજ શિક્ષક સંબંધી કુશળતા, અદ્યતન ડિજિટલ લર્નિંગ સોલ્યુશન્સ અને અપાર તકો લાવે છે. આ અમને મુખ્ય કાર્ય-સંબંધિત કૌશલ્યોની માંગ અને વાસ્તવિક પુરવઠા વચ્ચેના અંતરને ભરવામાં મદદ કરશે, આમ વિદ્યાર્થીઓ માટે કોર્પોરેટ અને સામાજિક તકો વધારશે અને તેમને વધુ સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે.”
ત્રણ કેન્દ્રોના લૉન્ચ પર ટિપ્પણી કરતાં, વિજય બાલાકૃષ્ણન, સિનિયર ફઁ અને ચીફ માર્કેટિંગ ઑફિસ, કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ એન્ડ એસેસમેન્ટ, દક્ષિણ એશિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત ભારતના ટોચના ૩ સૌથી મોટા ૈંઈન્જી બજારોમાંનું એક છે અને યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં વ્યાપક ગુજરાતી ડાયસ્પોરાને જાેતાં દર વર્ષે ૨૦૦,૦૦૦ થી વધુ ૈંઈન્જી પરીક્ષા આપનારાઓને જુએ છે. આ કેન્દ્રો ટૂંક સમયમાં જ પોતાની જાતને શ્રેષ્ઠતાના ઉગમસ્ત્રોત તરીકે સ્થાપિત કરશે, અહીં ઉપયોગમાં લિધેલ શ્રેષ્ઠ સંસાધનો અને શિક્ષણ શાસ્ત્ર દ્વારા હજારો ૈંઈન્જી પરીક્ષા આપનારાઓને વિશ્વ-સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શીખવાની ક્ષમતા પ્રદાન કરશે. દરેક પરીક્ષા આપનાર હવે વિશ્વાસ રાખી શકે છે કે તેઓને તેમના ટેસ્ટ લક્ષ્યો હાંસલ કરવા માટે શ્રેષ્ઠ તકો આપતાં, અધિકૃત કેમ્બ્રિજ સંસાધનો અને લાયકાત ધરાવતા શિક્ષણના વૈશ્વિક ધોરણોનો ઍક્સેસ હશે. ગુણવત્તાયુક્ત ૈંઈન્જી તાલીમ સેવાઓ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે કેમ્બ્રિજ પાર્ટનર લર્નિંગ સેન્ટર્સની કલ્પના કરવામાં આવી છે અને તે ટોચની પસંદગી તરીકે સ્થાન પામ્યા છે અને અમે તેને ગુજરાતમાં લાવવામાં આનંદ અનુભવીએ છીએ.”
અશોક પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, શ્રી હરિ એજ્યુકેશન કન્સલ્ટન્ટ પ્રા. લિ. એ જણાવ્યું હતું કે, “અંગ્રેજી ભાષા કૌશલ્ય માટેની વૈશ્વિક આવશ્યકતા દરરોજ વધી રહી છે, અને પડકાર એ છે કે શીખનારાઓને સચોટ અને કાળજીપૂર્વક સંશોધન કરેલ સામગ્રી પ્રદાન કરવી. કેમ્બ્રિજ સાથેની અમારી ભાગીદારી દ્વારા, અમારી સંસ્થાઓમાં નોંધાયેલા ૈંઈન્જી ઉમેદવારોને વિશ્વ-કક્ષાના તાલીમ મોડ્યુલ અને પ્રમાણિત અને મૂળ સામગ્રીનો ઍક્સેસ હશે, જે તેમને તેમના સમકક્ષ કરતાં વધુ સારા સ્કોર કરવામાં મદદ કરે છે. અમે લર્નિંગ પાર્ટનર કેમ્બ્રિજ સાથે લાંબા ગાળાના, ફળદાયી સહયોગની રાહ જાેઈ રહ્યા છીએ અને અમારા વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દી બનાવવાના તેમના સપનાને સાકાર કરવા માટે આવકારીએ છીએ.”
કેમ્બ્રિજ દ્વારા ઓફર કરવામાં આવતી અભ્યાસ સામગ્રી કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવી છે, આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત છે અને કેમ્બ્રિજ અંગ્રેજી નિષ્ણાંતો દ્વારા ક્યુરેટ કરવામાં આવે છે. કેમ્બ્રિજ ઇંગ્લિશ કોર્પસ અને અંગ્રેજી પ્રોફાઇલ જેવી સામગ્રીનો ઉપયોગ કરીને ઈન્ પબ્લિશિંગ રિસર્ચ-લીડ છે, જે મૂળ બોલનારાઓ દ્વારા અંગ્રેજી ભાષાનો જે રીતે ઉપયોગ કરવામાં આવે છે અને નિર્ણાયક રીતે, અંગ્રેજી શીખનારાઓ દ્વારા અનુભવાતી મુશ્કેલીઓ વિશે અનન્ય સમજ આપે છે જેથી શ્રેષ્ઠ શિક્ષણ અને અધ્યયન સંસાધનો વિકસાવી શકાય. ૧૦મી ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ લાઈવ ઑપરેશન શરૂ થઈ ગયાં હતાં અને શ્રી હરિ એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ સાથે સ્થાપિત આ કેમ્બ્રિજ લર્નિંગ પાર્ટનર કેન્દ્રોમાં ૨૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ નોંધણી અને લાભ મેળવે તેવી અપેક્ષા છે.
