Gujarat

શ્રી કુકડ કેન્દ્રવર્તી શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
તા. ૨૩/૦૩/૨૦૨૩ રોજ શ્રી કુકડ કેન્દ્રવર્તી શાળાનો શૈક્ષણિક પ્રવાસ શાળાનો એક દિવસે શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યું જેમાં ભુરખીયા હનુમાનજી, શ્રી ખોડીયાર માતાજી ડુંગર પર, શાખપુર, ગૌતમેશ્વર મહાદેવ, અને મોટા ચારોડિયા મુકામે શ્રી નાનાલાલભાઈ બાલાશંકરના ધરે વૈજ્ઞાનિક લેબ તેમજ સંગ્રહાલયની મુલાકાત લીધી. સૌ પ્રથમ મોટા ચરોડિયા પહોંચતા શ્રી કુકડ કેન્દ્રવર્તી શાળાના ૭૦ બાળકો તેમજ પાંચ શિક્ષકશ્રી એ સરસ મજાનું ભોજન શ્રી નાનાલાલભાઈ તરફથી કરાવવામાં આવ્યું ખૂબ આનંદ સાથે ભાવતું ભોજન દરમિયાન ત્યારબાદ સંગ્રહાલયની મુલાકાત બાળકોએ લીધી તેમાં વિવિધ નદી, કુવા, તળાવના પાણી, રેતી, વિવિધ કલાકૃતિની મૂર્તિ વિવિધ દેશના સેલ, બાકસ વિવિધ પ્રકારની ઘડિયાળ, દરિયાઈ વનસ્પતિ વગેરે જોઈ બાળકોને ખૂબ જાણવા મળ્યું.
ત્યારબાદ દરેક બાળકો દ્વારા નાનાલાલભાઈને થેન્ક્યુ કાર્ડ બનાવીને આભાર વ્યક્ત કર્યો અને શાળાના આચાર્યશ્રી સરસ્વતીબેન તથા શિક્ષક શ્રી મનીષભાઈ પટેલ, પ્રવિણાબેન વાળા જાનકીબેન જોશીને નાનાલાલભાઈ ત્રિવેદી તરફથી સ્મૃતિ ભેટ આપી સન્માનીત કર્યા આ સાથે અમોએ પણ ભાનુબેન તથા ઘરના દરેક પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર પ્રાપ્ત કર્યો. ધોરણ- ૭માં અભ્યાસ કરતા કલ્પ વ્યાસે નાનાલાલભાઈને પોતે જાતે દોરેલ તેમનું સ્કેચ સ્મૃતિ ભેટ તરીકે અર્પણ કર્યો તેમજ મોટા ચારોડીયા તાલુકો ગારીયાધાર પ્રાથમિક શાળાના આચાર્ય ઇન્દુબેન ધીનૈયા, ભાવનાબેન, મુક્તાબેન, શોભનાબેન, મિતાલીબેન, મુકેશભાઈ કેન્દ્રવર્તી શાળા વેળાવદર ના આચાર્યશ્રી કિરણભાઇ પાંધી, ગામના સરપંચ શ્રી પ્રવીણભાઈ ઝાલા ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ શ્રી નાનાલાલભાઈ બી. ત્રિવેદીના નિવાસે બનાવેલ શૈક્ષણિક અને વિજ્ઞાન ભવનની મુલાકાત લીધી અને જાણકારી મેળવી હતી સૌ પ્રભાવિત થયા હતા, નિવૃત્ત છતાં પ્રવૃત રાષ્ટ્રીય વિજ્ઞાન શિક્ષક શ્રી નાનાલાલભાઈએ વિદ્યાર્થીઓને સતત કાર્ય કરવા અને વિજ્ઞાન પ્રત્યે અભિરુચી કેળવવા માર્ગદર્શન આપ્યું હતું.

IMG-20230330-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *