Gujarat

શ્રી દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા જરૂરિયાતમંદ લોકોને બ્લેન્કેટ અને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્ટની સાવરકુંડલા શાખા દ્વારા આ કડકડતી ઠંડીમાં જે લોકોને રહેવાનો આશરો નથી અને ફુટપાથ પર  કે ખુલ્લા જગ્યામાં કુટુંબ સાથે રાતવાસો કરનાર ગરીબ લોકોને  શિયાળા કડકડતી ઠંડીથી રક્ષણ આપવા માટે  આ ટ્રસ્ટ દ્વારા સ્થળ પર જઈને લોકોને શોધીને ગરમ બ્લેન્કેટ  આને ગરમ કપડા અને ખાસ કરીને નાના બાળકોને ગરમ સ્વેટર નું વિતરણ કરવામાં આવે છે તેમજ સાવરકુંડલાની અન્ય સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ કબીર ટેકરી, બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ વિશાલભાઈ વ્યાસ દ્વારા સેવા કરવામાં આવે છે.
શિયાળાની કડકડતી ઠંડીમાં આશરા  વગરના લોકો જે બહાર ખુલ્લામાં સુતા હોય તેને શોધીને મધ્ય રાત્રિએ સાવરકુંડલા શહેરનો કોઈ  પછાત વિસ્તાર  રહી ના જાય તે ધ્યાનમાં રાખીને પરાગભાઇ ત્રિવેદીના માર્ગદર્શન દ્વારા પ્રફુલભાઈ ગોસાઈ,  કાર્તિકભાઈ મહેતા, રાજેશભાઇ રણોલીયા, વિજયભાઈ,દ્વારા વિતરણ કરવામાં આવે છે.

IMG-20230207-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *