Gujarat

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી ડી ઘેલાણી મહિલા કોલેજમાં રંગોળી સ્પર્ધા અને કલેક્શન સ્પર્ધા યોજાઈ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં
 તા. ૨૮/૨/૨૦૨૩ નારોજ રંગોળી સ્પર્ધા અને કલેક્શન સ્પર્ધા યોજાઇ હતી જેમાં રંગોળી સ્પર્ધા માં કુલ ૨૦ બહેનોએ ભાગ લીધો હતો તેમાં પ્રથમ નંબરે હિન્ગુ કોમલ બીજા નંબર પર બગડા સોનલ ત્રીજા નંબર પર જાદવ ક્રિષ્ના.તથા દૂધાત માનસી રહ્યા જયારે કલેક્શન સ્પર્ધા માં ૬ બહેનોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ નંબરે વરૂ માયા બીજા નંબર પર ત્રિવેદી શિવાની તથા ત્રીજા નંબરે ખુમાણ વૈભવી રહ્યા હતા નિર્ણાયક તરીકે શ્રી ભરતભાઈ ચાવડા, શ્રી ગીરીશભાઈ ભટ્ટ તથા શ્રી ભાવેશભાઈ બોરીસાગર દ્વારા સેવા આપવામાં આવી હતી આ બંને સ્પર્ધાનું આયોજન પ્રા ડો.  પ્રતિમા એમ.શુકલ તથા પ્રા કે. બી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધાને સફળ બનાવવા માટે  ઈન્ચાર્જ આચાર્ય શ્રી ચાવડા સાહેબ તથા સમગ્ર સ્ટાફ ગણનો સહયોગ મળ્યો હતો.

IMG-20230228-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *