Gujarat

શ્રી લાલપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની કામચલાઉ મતદાર યાદી પ્રસિધ્ધ કરાઈ

જામનગર જિલ્લામાં લાલપુર તાલુકા ખાતે આવેલ શ્રી લાલપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની સામાન્ય ચૂંટણી માટે વ્યવસ્થાપક સમિતિના સભ્યોની કામચલાઉ મતદાર યાદી પ્રસિધ્ધ કરાઈ છે. જે અંગેના દાવા-
વાંધાઓ તા.૨૭-૦૨-૨૦૨૩ સુધીમાં ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી લાલપુર ખાતે રજુ કરી શકાશે. તેમજ દાવા-વાંધાઓના નિકાલની આખરી તારીખ ૦૧-૦૩-૨૦૨૩ રહેશે. જ્યારે તા.૦૩-૦૩-૨૦૨૩ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી કરાશે. તેમજ આખરી મતદાર યાદીની પ્રસિધ્ધી બાદ ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિઓની ચૂંટણી બાબતના નિયમો-૧૯૮૨ના નિયમ-૧૬ હેઠળ ચૂંટણી અંગેનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવશે તેમ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી લાલપુરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *