મકસુદ કારીગર,કઠલાલ
શ્રી લીમ્બચ મોટા નવ ગામ જથ મહીલા સમાજની ધીરાણ સહકારી મંડળી લી.વસો ની સ્થાપના તા.૨૦/૦૩/૨૦૨૩ થી રજીસ્ટ્રેશન નં ૪૭૩૪૫/૨૩ થી મળેલ જેની પ્રથમ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સભાના મુખ્ય અધ્યક્ષ તરીકે વીઠલભાઇ શાંંતીભાઇ પારેખ તથા અરવિંદભાઇ બાબુભાઇ શર્મા તેમજ મુખ્ય મહેમાન તરીકે શ્રીમતિ પાર્વતીબેન ભરતભાઇ મક્વાણા કે જેઓ જીલ્લા પંચાયતના પૂર્વ ન્યાય સમીતીના ચેરમેન હાલ ભારતીય જનતા પાર્ટી સંગઠનનાં ઉપપ્રમુખ,તેમજ ગોવિંદભાઈ શર્મા ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા.