આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી માર્ચ 2023 ની HSC બોર્ડ ની પરીક્ષા નું પરિણામ જાહેર થયું જેમાં પાવીજેપુર તાલુકાની શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલનું HSC નું 95.41 ટકા પરિણામ મેળવી ફરી એક વાર જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવામાં આવેલ છે. જેને લઇને શાળા સંચાલક મંડળના પ્રમુખશ્રી મોહનસિંહ રાઠવા અને ઉપપ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા એ બોર્ડની પરીક્ષામાં ઝલહળતા પરીણામ સાથે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થિઓ ને અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવી શાળાના સુકાની શાહિદ શેખ તથા શિક્ષકો ને ઉત્તમ પરિણામ બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શાળામાં કિંજલબેન રાઠવા 594 ગુણ મેળવી પ્રથમ ક્રમે રાધિકા બેન રાઠવા 556 ગુણ મેળવી દ્વિતીય ક્રમે અને ભૂમિબેન રાઠવા 554 ગુણ મેળવી તૃતીય ક્રમે રહી પોતાના ગામ તથા શાળાનું નામ રોશન કરેલ છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


