સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજ રોજ તારીખ ૧૯/૦૩/૨૦૨૩ને રવિવાર શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ સવાર કુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતાં દર્દીનારાયણ માટે ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર ઓ.પી. ડીમાં ૧૦૩ દદીઁઓને લાભ લીધો હતો. અને તેમજ મોતિયા ના ઓપરેશન ૨૫ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પનું દિપ પ્રાગટ્ય લાયન્સ કલબ ઓફ અમરેલી સિટીમાંથી લાયન્સ પટેલ સાહેબ તથા ભગવાનભાઈ કાબરીયા સામાજિક સેવા સંસ્થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલભાઇ વ્યાસ, જિતેનભાઇ હેલૈયા, ચીમનનાથ નાથજી, જેઠવાભાઈ, મેહુલભાઈ ત્રિવેદી. તથા સુદર્શન નેત્રાલયના કર્મચારી કિર્તીભાઇ ભટ્ટ, નિલેષભાઈ ભીલ, કબીર ટેકરીના સ્વયંમ સેવકો વગેરે સેવા આપી હતી… આ કેમ્પ દર મહિનાના ત્રીજા રવિવારે છેલ્લા ૧૦ વર્ષથી યોજાય છે


