Gujarat

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ ૨૦૨૩ સમાપન.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ગુજરાત સરકારશ્રી દ્વારા આયોજિત સમગ્ર રાજ્યમાં ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ ૨૦૨૩ નું આયોજન તારીખ ૧-૫-૨૦૨૩ થી ૧૦-૫-૨૦૨૩ દરમિયાન કરવામાં આવેલ છે જેમાં સાવરકુંડલામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાની અંગ્રેજી મીડીયમ સ્કૂલના કોચ ટીચર શ્રી દિપકભાઈ વાળા તથા ઝાલા સાહેબ દ્વારા દસ દિવસ સુધી વિદ્યાર્થીઓને શારીરિક કૌશલ્ય દ્વારા નવચેતના પ્રગટ કરી સમર કોચિંગ આપવામાં આવેલ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સામેલ થઈ ખૂબ જ સુંદર કાર્ય આજે સમાપન કરવામાં આવેલ. સમાપન કાર્યમાં તમામ વિદ્યાર્થીઓને સરકારની તરફથી ટીશર્ટ કેપ નાસ્તો વાહન ભાડા વગેરેની સહાય આપવામાં આવેલ. અમરેલી કોચ અધિકારી શ્રી પૂનમબેનનો સહયોગ ખૂબ જ સરાહનીય રહ્યો હતો. સમાપન કાર્યક્રમમાં સંસ્થાના વડા શ્રી પરમ પૂજ્ય ભગવત સ્વામી, સંસ્થાના પ્રમુખશ્રી શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી, કોઠારી સ્વામી શ્રી અક્ષર મુક્ત દાસજી સ્વામી, જેસર ગુરુકુળના આચાર્ય શ્રી વ્યાસ સાહેબ વેકરીયા સાહેબની ઉપસ્થિતિમાં કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કોચ ટીચર શ્રી દિપકભાઈ વાળા દ્વારા કરવામાં આવેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *