યાત્રિકો માટે કરવામાં આવેલી ઉત્તમ સુવિધાઓથી સંતોષ વ્યકત કરી ટિમ બનાસકાંઠાને અભિનંદન પાઠવતા સાંસદશ્રી પરબતભાઇ પટેલ*
અંબાજી ખાતે શરૂ થયેલા શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં બનાસકાંઠા સાંસદશ્રી પરબતભાઇ પટેલ સહભાગી બન્યા હતા. આ પ્રસંગે તેમણે પરિક્રમા પથ પર આયોજીત શક્તિયાગ- યજ્ઞમાં આહુતિ અર્પણ કરી પરિક્રમા મહોત્સવમાં પધારેલા સૌ માઈ ભક્તોને આદ્યશક્તિ માં અંબાના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરી માઇભક્તોને પ્રસાદનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે તેમણે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ અને મનોરથ થકી ભાવિક શ્રધ્ધાળુઓ માટે એક જ સ્થળે ભારત ભરના અને ભારત બહાર બીજા દેશમાં રહેલા કુલ ૫૧ શક્તિપીઠના દર્શન અને પરિક્રમાનો અવસર મળ્યો છે તેમ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને સેવા કેમ્પોના સહયોગથી યાત્રિકો માટે કરવામાં આવેલી ઉત્તમ સુવિધાઓથી સંતોષ વ્યકત કરતાં તેમણે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ અને ટિમ બનાસકાંઠાને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સાંસદશ્રીએ શ્રી જય જલિયાન સેવા કેમ્પ ખાતે માઈભક્તોને પ્રસાદનું વિતરણ કર્યું હતું


