Gujarat

સંકલિત વિગતોના આધારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનને આખરી ઓપ અપાશે

પૂર, વાવાઝોડા વગેરે આપત્તિના સમયમાં ત્વરિત રાહત બચાવની કામગીરી હાથ ધરી શકાય તે માટે જૂનાગઢ જિલ્લાનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન-૨૦૨૩તૈયાર કરવામાં આવશે.

     આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા સંબંધિત વિભાગની કચેરીઓ પાસેથી જરૂરી વિગતો મંગાવવામાં આવી છે. આ માહિતીના આધારે આખરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન-૨૦૨૩ને તૈયાર કરવામાં આવશે.

     ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન્ટમાં મુખ્યત્વે જરૂરી નકશા તથા આંકડાકીય માહિતી સંબંધિત કર્મચારી તથા અન્ય સ્ટેક હોલ્ડર્સના નામ, સંપર્ક નંબરો સરકારી વાહનો તથા મકાનની વિગતો, કંટ્રોલરૂમની વ્યવસ્થા, બોટ, તરવૈયાની યાદી, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સ્વયં સેવા જૂથની માહિતી, કુશળ માનવ સંપદાની વિગતો, સલામત આશ્રય સ્થાન, આફતના સમયે રિસ્પોન્સના અન્ય સાધનો, ખાનગી તથા જાહેર તબીબોની યાદી, મોબાઈલ યુનિટ, એમ્બ્યુલન્સ, સંદેશા વ્યવહારના સાધનો, વરસાદ માપક યંત્ર, દુર્ગમ વિસ્તાર, બચાવ ટુકડીની વિગતો, ડિઝાસ્ટર પહેલા, દરમિયાન અને બાદ કરવાની થતી કામગીરી વગેરે વિગતોનો આધારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *