Gujarat

સંખેડાના પી.એસ.આઇ અજય ડામોર અને કપિરાજ સાથે અનોખી મિત્રતા.પી.એસ.આઇની નોકરી  આવવાની ઘરના સભ્યોની માફક રાહ જોતા કપિરાજ

સંખેડા પીએસઆઈનો અનોખો પ્રાણી પ્રેમ, પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ અને કપિરાજ નો જોવા મળે છે સાથે ભોજન પણ લે છે
વર્તમાન સમયમાં જોઈએ તો માણસ માણસ વચ્ચે પણ આટલી મિત્રતા બહુ ઓછી જોવા મળે જે સાથે બેસીને ભોજન લેતા હોય પરંતુ એક એવી અનોખી મિત્રતા જે પ્રાણી પ્રેમનો અનોખો સંદેશ આપે છે. પીએસઆઈ અને કપિરાજ વચ્ચે નો  સંખેડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ અજય ડામોર જ્યારે પોલીસ સ્ટેશન આવે ત્યારે કપિરાજ આતુરતા થી તેમની રાહ જોતો હોય છે કે મિત્ર ક્યારે આવશે અને સાથે ભોજન લઈએ આવી ઘટનાઓ બહુ ઓછી જોવા મળતી હોય છે.
પોતાનો પરિવાર જેમ રાહ જોતો હોય કે ઘરનો સભ્ય નોકરી પરથી આવશે અને સાથે ભોજન લઈએ આમ જ સંખેડા પોલિસ સ્ટેશનના પીએસઆઈની કપિરાજ રાહ જોવે છે.
પીએસઆઇ અજય ડામોરનું કહેવું છે કે, પહેલા કપિરાજ ઘરમાં આવી જે પણ ખાવાનું મળે એ લઈ ને ભાગી જતા હતા અને ભગાડવાનો પ્રયત્ન કરે તો તેઓ સામે હુમલો કરવા દોડતા હતા પરંતુ આ જોઈને એમને પ્રેમ ભાવથી મિત્ર બનાવવાનો પ્રયાસ કર્યો અને ડર્યા વિના બિસ્કીટ અને પલાળેલા ચણા આપવાનું શરૂ કર્યું અને જે કપિરાજ હુમલો કરવા દોડતા એ આજે મિત્ર બની ગયા છે અને આજે એમનો જમવાનો સમય થાય એ સમયે જો દરવાજો ખુલ્લો નહિ હોય તો તેઓ આવીને દરવાજો ખટખતાવે છે. અને અમે સમજી જઈએ કે કપિરાજ આવ્યા છે.ત્યારે બહાર નીકળી વાનરોને ભોજન આપવામાં આવે છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230325-WA0071.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *