બોક્સ
જિલ્લાની અનેક લીઝો માપણી વગર ઊંડા ઊંડા ખાડા કરવામાં આવી રહ્યા છે ખાન ખનીજ ના અધિકારીઓ ત્યાં આવે છે પણ કાર્યવાહી થતી નથી આ મરનાર બાળકી ના જવાબદાર કોણ? આ એક મોટો સવાલ
સંખેડા તાલુકાના પીપરસડ ગામની ઓરસંગ નદી માં છ વર્ષની બાળકી ડૂબી જતા આજરોજ બપોરે મોત નીપજયું. બાળકી બપોરના ઘરે થી નદી તરફ જતી રહેતા રેતીની લીજમાં પાણીના ઊંડા ખાડામાં પડી જતા મોત નીપજ્યું. દીકરીના પિતા ઢોરો ચરાવવા માટે ખેતરમાં ગયા હતા ત્યારબાદ ઘરે આવ્યા ત્યારે દીકરી નહીં દેખાતા આજુબાજુ શોધખોળ કરી હતી નજીકના મળતા નદી તરફ શોધખોળ કરતા ઊંડા ખાડામાંથી મળી આવી હતી .ત્યાં લોકો હાજરલોકો કહેવું છે કે અહીંયા બે નંબર ની લિજો ચાલે છે કટલા સ્થળે પોલીસ આવીને વધુ તપાસ હાથ ધરી છે આ પહેલા પણ બે દિવસ પહેલા બોડેલીમાં પણ રેતીના ઊંડા ખાડામાં ડૂબીને એક યુવાન મોતને ભેટ્યો હતો ત્યારે બે દિવસમાં રેતી ખનનના ઊંડા ખાડામાં ડૂબીને બીજો બનાવ છોટાઉદેપુર જિલ્લામાં બન્યો છે શું ખાન ખનીજ વિભાગના અધિકારી ઊંડા ઊંડા ખાડા ને લઈને કોઈ કાર્યવાહી કરશે કે પછી જેસે તે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે જિલ્લાની અનેક નિજોપર ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે જેને લઈને ખાન ખનીજના અધિકારીઓ પણ માપણી કરે તે ખૂબ જરૂરી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર