નવીવાડી ખાતે સ્વામી નારાયણ મંદિર વાસણા સંચાલિત ગોધરા સ્વામીનારાયણ મંદિરના સંતશ્રી નિષ્કામ સ્વામીજીનું આગમન થતાં શ્રી કાન્તીભાઇ રાયજીભાઇ માછી(મુવાડી)એ ફુલહારથી સ્વાગત કર્યું હતું.નવીવાડી,નવા વલ્લવપુર,મોરવા(રેણા) તથા રામગડી ખાતે પચ્ચીસ કરતાં વધુ હરિભક્તોના નિવાસ સ્થાને પધરામણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
હરિભક્તોના ઘેર પધરામણીના અવસરે સંતશ્રી નિષ્કામ સ્વામીજીએ આર્શિવચન આપતાં કહ્યું હતું કે સંતદર્શનથી માયાથી છુટી કાયા નિર્મળ થાય છે.ભગવાનની કૃપા થાય ત્યારે સંતનો ભેટો થાય છે. શિક્ષાપત્રીનું માહાત્મય સમજાવતાં સ્વામીજીએ કહ્યું કે સાતસો શાસ્ત્રોના સારરૂપ શિક્ષાપત્રી ૨૧૨ શ્ર્લોકની છે. મહત્વની વાત એ છે કે શિક્ષાપત્રી કોઇ સંપ્રદાયની વાત નથી કરતી.એમાં દર્શાવેલા નિયમો ધર્મ અને સંપ્રદાયના ભેદથી પર સમગ્ર સમાજની સુખાકારી માટે છે.ગુજરાતના અને કદાચ દેશના સર્વપ્રથમ સમાજ સુધારક સહજાનંદ સ્વામીજીએ મનુષ્યના રોજબરોજના જીવનમાં સદાચાર અને નિયમપાલનના મહત્વને સ્વીકારી આ ગ્રંથ રચ્યો છે.આ ગ્રંથ સંપ્રદાય નિરપેક્ષ,ધર્મનિરપેક્ષ છે.તેના નિયમોના પાલનથી તંદુરસ્ત સમાજ અને દેશની રચના થાય છે તેમાં કોઇ શંકા નથી.
વ્યસનો વિશે સ્વામીજીએ કહ્યું કે અમારા આશ્રિત જે પુરૂષ તથા સ્ત્રી ઓ તેમણે વ્યસનોનો ત્યાગ કરવો,જે કેફ કરનારી વસ્તુ તે ખાવી નહીં અને પીવી પણ નહીં..ચોર પાપી વ્યસની પાંખડી કામી તથા કિમિયા વગેરે ક્રિયાઓ કરીને જગતને ઠગનારો..આ છ પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો.
કોઇ ગુરૂનું અપમાન ન કરવું,જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય,જે લોકને વિષે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય, જે વિદ્વાન મનુષ્ય હોય તે સર્વનું અપમાન ન કરવું અને વિચાર્યા વિના તત્કાળ કોઇ કાર્ય ન કરવું તથા ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું અને પોતે જે વિધા ભણ્યા હોઇએ તે બીજાને ભણાવવી અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો અને ગુરૂ,દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જયારે જવું ત્યારે ખાલી હાથે ન જવું અને કોઇનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાના વખાણ ક્યારેય ન કરવા.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)