સદગુરૂ બાબા ગુરૂબચનસિંહજી મહારાજની યાદમાં માનવ એકતા દિવસ પર્વના અવસર પર રવિવાર,૨૩ એપ્રિલ-૨૦૨૩ના રોજ સંત નિરંકારી મિશન દ્વારા સમગ્ર દેશમાં એક વિશાળ રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ થી વધુ રક્તદાન શિબિરો યોજાઈ હતી અને લગભગ ૫૦,૦૦૦ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.આ પૈકી ગોધરામાં પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦૨ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું.જેમાં શહેર તથા આસપાસના ગામડાઓની જાહેર જનતાએ પણ આ રક્તદાન શિબિરમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ રક્તદાન શિબિરમાં પંચમહાલ જિલ્લાના નિવાસી અધિક કલેકટર શ્રી એમ.ડી.ચુડાસમાજી તથા તેમના ધર્મપત્નીએ હાજર રહી આ રક્તદાન શિબિરનું ઉદ્દઘાટન કર્યું હતું.આ રક્તદાન શિબિરમાં દાહોદ ઝોનના ક્ષેત્રિય સંચાલક શ્રી રાજેશભાઈ બચાનીજી હાજર રહ્યા હતા,તેમને જણાવ્યું હતું કે બાબા ગુરૂબચનસિંહજીના જીવન અને ઉપદેશોમાંથી પ્રેરણા લઈને આપણે માનવતાની સેવામાં મહત્વનું યોગદાન આપવાનું છે તેમને જણાવ્યું કે આ શિબિરમાં સેવાદલના સમસ્ત જવાનોએ ખૂબ જ સરસ રીતે વ્યવસ્થા કરી હતી.
અંતમાં ગોધરા બ્રાન્ચના સંયોજક શ્રીમતી વિદ્યાબેને આવેલ તમામ ધર્મપ્રેમીઓ,રક્તદાતાઓ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)