(જેમલસિંહનાં પિતા જયદેવસિંહ ABP અસ્મિતા ન્યૂઝનાં જિલ્લા રિપોર્ટર હોવાથી નામી અનામી અનેક હસ્તીઓએ શુભેચ્છાઓની હારમાળા સર્જી આશીર્વાદ પાઠવ્યા)
ધ્રાંગધ્રા :(હિતેશ રાજપરા)
ગુજરાતનાં વડોદરા ખાતે ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે ચેમ્પિયનશીપ 2023 નું સમાપન થયું હતું જેમાં ધ્રાંગધ્રા શહેરના 9 વર્ષના જેમલસિંહ જયદેવસિંહ ઝાલા ઉત્કૃષ્ઠ પ્રદર્શન આપી ઝડકી ઉઠ્યા હતાં જો કે વાડોકાઈ કરાટે ચેમ્પિયનશીપમાં વર્ષોથી દબદબો જાળવી રાખનાર દિલ્હી સામે સાતત્ય ન બતાડી શકવાના લીધે જેમલસિંહ ને સિલ્વર મેડલ આપવામાં આવ્યો હતો. દેશના વિવિધ રાજ્યોના શ્રેષ્ઠતમ શ્રેણીનાં કરાટેબાજ આ ચેમ્પિયનશીપમાં ભાગ લઇ રહ્યા હોવાથી અરુણાચલપ્રદેશ, આસામ, તેલંગાના, વેસ્ટ બેંગાલ, મહારાષ્ટ્ર્ર, સિક્કિમ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, દિલ્હી અને ગુજરાત વિગેરે રાજ્યો સામે ક્રમબદ્ધ રીતે રમીને પોતાનું શ્રેષ્ઠ આપનારને ગોલ્ડ, સિલ્વર અને કાસ્ય મેડલ માટે પસંદ કરવામાં આવે છે તયારે ધ્રાંગધ્રા શહેરના મધ્યમવર્ગ પરિવારમાં અનેક સંઘર્ષો સાથે મોટા થતા જેમલસિંહએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરતા સમગ્ર ધ્રાંગધ્રા પંથક સહીત જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.