ઊના – ઊના તાલુકાના સનખડા-ગાંગડા રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય અને આ રોડ માત્ર બે કિલોમીટર રસ્તો બિસ્માર
હોવાથી લોકોને હાલાકી ભોગવી પડતી હતી. અને દર ચોમાસે પાણી ખાડા ભરાતા ત્યાં આરસી રોડ પણ બનાવ્યો હતો. આ રસ્તા
બાબતે હનુભા ગોહિલ અને ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ દ્રારા ઉચ્ચ કક્ષાએ રજુઆતને ધ્યાને રાખી આ રોડ મંજુર થતા હવે લોકોની
સમસ્યા દૂર થશે. આ રોડ એક કરોડ ત્રેવીસ લાખના ખર્ચે બનાવવામાં આવશે. અને આ રોડ પર સફેદ પટ્ટા બ્લોક લાઈટ પણ
મુકવામાં આવશે. 13 ગામના લોકોને ખુશીની લાગણી ફેલાઇ છે.
