સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સનરાઈઝ સ્કૂલ સાવરકુંડલામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સફળતાપૂર્વક પસાર કર્યા બાદ અમરેલી MCAનો અભ્યાસ કરી રહેલી, હાલારી નમિરા મુનાફભાઈ ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.માં MCAમાં પ્રથમ નંબર મેળવી ઇતિહાસ સર્જ્યો છે. 9.91 પોઇન્ટ મેળવી પોતાની તેજસ્વીતા સાબિત કરી બતાવી છે. આ તબક્કે સનરાઈઝ સ્કૂલના મેનેજિંગટ્રસ્ટી પ્રતાપભાઇ ખુમાણ અને પ્રિન્સિપાલ સોનલબેન મશરું દ્વારા હાલારી નમીરાનું બહુમાન કરવામાં આવ્યું હતું.