Gujarat

સનાતન માટે જાગશો નહીં તો આવનાર પેઢીઓ રામકથા નહિ લાંભળી શકે ઃ ધીરેન્દ્ર શાસ્ત્રી

અમદાવાદ
બાગેશ્વેર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદના વટવા ખાતે દેવકીનંદન ઠાકુરની કથામાં હાજરી આપવા પહોંચ્યા છે. અહીં તેમણે પોતાના સંબોધનની શરુઆત કરતા કહ્યું કે, ગુજરાતના પાગલો કેમ છો? ગુજરાત ભક્તિનો પ્રદેશ છે. ગુજરાતની પાવન ધરાને પ્રણામ. ખૂબ હર્ષનો વિષય છે. પુરાણ કથાનો અંતિમ દિવસ છે અને અમને અહીં આવવાનો મોકો મળ્યો.ગુજરાત ભક્તિનો પ્રદેશ છે. એક એક સનાતની અહીં આજે આવ્યો છે. ગુજરાતની ધરાને હું પ્રણામ કરું છું હનુમાનજી મારા ઈષ્ટ દેવ છે. શંકરજીએ હનુમાનું રૂપ ધારણ કર્યું હતું. શંકરના હ્યદયમાં હનુમાન બિરાજમાન છે. બાબાએ પોતાના નિવેદનમાં હિન્દુ રાષ્ટ્રને લઈને હુંકાર કર્યો હતો. તેમણે સંતોનો વિરોધ કરનારા લોકોને પણ મંચ પરથી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, સંતોનો વિરોધ કરનારને માફ ન કરાય. જેના માથા પર બજરંગ બલીનો હાથ હોય તેમનો કોઈનો ડર ન હોય. સૌ સનાતનીઓને એક થવા બાબાએ આહવાન કર્યું હતું. પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ બાબાના આશિર્વાદ લીધા હતા.બાબાએ વધુમાં કહ્યું કે, હવે ભાગવાનો સમય નથી, હવે જાગવાનો સમય છે. જાે સનાતન માટે જાગશો નહીં તો આવનાર પેઢીઓ રામકથા નહિ લાંભળી શકે. પોતાના ધર્મ માટે જાગવાનું છે. અમે ગુજરાત પ્રથમ વખત આવ્યા છીએ. ગુજરાત બહુ ગરમ છે અને અમારું શરીર બહુ નરમ છે. દસ દિવસ ગુજરાતમાં રહીશ. ૨૯ અને ૩૦ તારીખે અમદાવાદ આવી રહ્યો છું. જાત પાતનો નાતો તોડો હમ સબ એક હૈ.

Page-34.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *