Gujarat

સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર રૂ.1,68,487 કરોડનું ઓલ ટાઈમ હાઈ દૈનિક ટર્નઓવર નોંધાયું

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,37,282 કરોડનું રેકોર્ડ નોશનલ ટર્નઓવરઃ ક્રૂડ તેલના ઓપ્શન્સમાં રૂ.1,24,952 કરોડનાં ઊંચા કામકાજ થયાઃ સપ્તાહ દરમિયાન સોનાનો વાયદો રૂ.2,705 અને ચાંદીનો વાયદો રૂ.4,547 ઊછળ્યોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.582 લપસ્યોઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.1,500નો સાપ્તાહિક ધોરણે કડાકો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 10થી 16 માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન 74,58,840 સોદાઓમાં કુલ રૂ.6,33,473.46 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,38,385.23 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.4,94,699.44 કરોડનો હતો.

દરમિયાન, સપ્તાહ દરમિયાન બુધવાર, 15 માર્ચના રોજ એમસીએક્સ પર કોમોડિટી વાયદા અને ઓપ્શન્સમાં રૂ.1,68,487 કરોડનું ઓલ ટાઈમ હાઈ ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે જ એક્સચેન્જ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.1,37,282 કરોડનું રેકોર્ડ નોશનલ ટર્નઓવર થયું હતું, જ્યારે ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,24,952 કરોડનાં ઊંચાં કામકાજ નોંધાયાં હતાં.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 14,00,579 સોદાઓમાં રૂ.81,730.56 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.55,325ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.58,661 અને નીચામાં રૂ.55,270ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,705 વધી રૂ.58,006ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,532 વધી રૂ.45,693 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.235 વધી રૂ.5,689ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.2,670 વધી રૂ.57,942ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.61,750ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.68,720 અને નીચામાં રૂ.61,353ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.4,547 વધી રૂ.66,531ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.4,369 વધી રૂ.66,633 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.4,371 વધી રૂ.66,652 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 1,46,580 સોદાઓમાં રૂ.19,761.63 કરોડના વેપાર થયા હતા. તાંબુ માર્ચ વાયદો રૂ.749.70ના ભાવે ખૂલી, રૂ.2.65 ઘટી રૂ.751.30 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.70 ઘટી રૂ.203.60 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.85 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.7.60 ઘટી રૂ.255ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.1.85 ઘટી રૂ.203.90 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.95 ઘટી રૂ.181.65 જસત-મિની માર્ચ વાયદો રૂ.7.60 ઘટી રૂ.255.55 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 8,00,327 સોદાઓમાં રૂ.36,780.79 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,264ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,333 અને નીચામાં રૂ.5,445ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.582 ઘટી રૂ.5,695 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.569 ઘટી રૂ.5,752 બંધ થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.206ના ભાવે ખૂલી, રૂ.1.10 વધી રૂ.210.30 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 5.6 ઘટી 221.3 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે રૂ.112.25 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.62,700ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,700 અને નીચામાં રૂ.60,420ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,500 ઘટી રૂ.61,400ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.35.80 ઘટી રૂ.1,004.50 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.33,874.45 કરોડનાં 59,069.649 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.47,856.11 કરોડનાં 7,265.696 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.22,972.27 કરોડનાં 3,86,83,580 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.13,808.52 કરોડનાં 65,71,70,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.2,879.23 કરોડનાં 1,40,222 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.423.51 કરોડનાં 23,264 ટન તાંબાના વાયદાઓમાં રૂ.11,940.96 કરોડનાં 1,58,630 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.4,517.93 કરોડનાં 1,74,500 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.74.57 કરોડનાં 12,048 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.37.68 કરોડનાં 367.2 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 21,140.323 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 624.658 ટન, તાંબાના વાયદાઓમાં 13,480 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 24,896 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,599 ટન તથા જસત અને જસત-મિનીમાં 23,893 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 17,49,340 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 4,25,98,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 12,288 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 357.84 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.388.79 કરોડનાં 5023 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 477 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ માર્ચ વાયદો 14,837 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 15,858 અને નીચામાં 14,818 બોલાઈ, 1040 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 799 પોઈન્ટ વધી 15,652 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.494699.44 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.30365.4 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5043.23 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.435789.86 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.23469.41 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *