Gujarat

સપ્તાહ દરમિયાન સોનાનો વાયદો રૂ.843 અને ચાંદીનો વાયદો રૂ.3,174 ગબડ્યો

ક્રૂડ તેલના વાયદામાં રૂ.105ની તેજીઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈનો માહોલઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.106329 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.262884 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ.357 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 3 થી 9 ફેબ્રુઆરીના સપ્તાહ દરમિયાન 46,57,169 સોદાઓમાં કુલ રૂ.3,69,570.04 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,06,328.58 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,62,884.23 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,41,824 સોદાઓમાં કુલ રૂ.63,742.73 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.57,799ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.57,900 અને નીચામાં રૂ.56,544ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.843 ઘટી રૂ.56,852ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.244 ઘટી રૂ.45,785 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.71 ઘટી રૂ.5,594ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.57,636ના ભાવે ખૂલી, રૂ.693 ઘટી રૂ.56,797ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.70,116ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.70,557 અને નીચામાં રૂ.66,780ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3174 ઘટી રૂ.67,030ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,889 ઘટી રૂ.67,234 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,870 ઘટી રૂ.67,238 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 96,865 સોદાઓમાં રૂ.16,646.21 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.6.10 ઘટી રૂ.219.10 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.16.60 ઘટી રૂ.278ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.75 ઘટી રૂ.775.90 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.185ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 5,19,513 સોદાઓમાં કુલ રૂ.25,913.30 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,259ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,508 અને નીચામાં રૂ.6,007ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.105 વધી રૂ.6,422 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.30 ઘટી રૂ.208.10 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 589 સોદાઓમાં રૂ.26.34 કરોડનાં કામકાજ થયા હતા. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.24.10 ઘટી રૂ.1001.70 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.26,162.87 કરોડનાં 45,787.526 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.37,579.86 કરોડનાં 5,506.898 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.14,329.63 કરોડનાં 2,27,76,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.11,584 કરોડનાં 55,97,02,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલના વાયદાઓમાં રૂ.26.34 કરોડનાં 260.28 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 21,601.522 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 845.481 ટન, ક્રૂડ તેલમાં 596300 બેરલ અને નેચરલ ગેસમાં 55943750 એમએમબીટીયૂ તેમ જ મેન્થા તેલમાં 429.48 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.357.23 કરોડનાં 4,566 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 15,940ના સ્તરે ખૂલી, 357 પોઈન્ટ ઘટી 15,552ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.2,62,884.23 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,878.95 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,588.20 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,32,619.68 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.19,787.35 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *