બોડેલીમાં આવેલી સફાયર પબ્લિક સ્કૂલ માં ધોરણ 1 થી 8 ગુજરાતી માધ્યમનો સ્પોર્ટ્સ ડે મનાવવામાં આવ્યો. જેમાં રાહુલ ઇસરાણી, હિતેશ પરમાર, દુબી ગુરુ, સ્મિતા સેન અને ઉમેશ રાજપાલ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા મશાલ પ્રજ્વલિત કરી સ્પોર્ટ્સ ડે ની શરૂઆત કરી. શિસ્તબધ માર્ચ પાસ કરી ખેલકુદની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જુદા જુદા ધોરણના વિદ્યાર્થીઓએ ડ્રમ અને સંગીતના તાલે કસરતના દાવ કર્યા અને એરોબિક્સ ડાન્સ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓ માટે ધોરણ પ્રમાણે જુદી જુદી રમતો જેવી કે કલેક્ટ ધ વેજીટેબલ, બોલ-બુક બેલેન્સિંગ, પિરામિડ, પાસીંગ ધ બોલ, લંગડી, કોથળાદોર જેવી રમતો અને 50, 100, 200 મીટર દોડ રાખવામાં આવી હતી. વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શાળાના તમામ વિદ્યાર્થીઓને 4 હાઉસ અગ્નિ(રેડ), ત્રિશુલ (યલો), આકાશ (બ્લ્યુ), પૃથ્વી (ગ્રીન)માં વિભાજિત કર્યા છે .જેમાંથી રમતગમતમાં સૌથી વધુ અંક ત્રિશુલ (યલો) હાઉશે પ્રાપ્ત કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને પૃથ્વી (ગ્રીન) હાઉસ દ્વિતીય સ્થાને રહ્યું હતું. શાળાના ગુજરાતી માધ્યમના તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને રમતો શીખવી તેમના ઉત્સાહમાં વધારો કર્યો. શિક્ષકોના અથાગ પરિશ્રમથી આ સ્પોર્ટ ડે સંપૂર્ણ સફળ રહ્યો હતો.
આમ, સફાયર પબ્લિક સ્કૂલ બોડેલીમાં ધોરણ 1 થી 8 ગુજરાતી માધ્યમનો સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવ્યો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


