અમરેલી શહેર ની સેવાભાવી સંસ્થા સમર્પણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-અમરેલી દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલી ના માળા અને પાણી ના કુંડા વિતરણ આઈ.ટી.આઈ ની સામે, રેલ્વે સ્ટેશન પાસે ઓમ.સી.એચ.સી સેન્ટર ખાતે વિતરણ કરવામાં આવ્યા હતા આ તકે અમરેલી શહેર ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ માંગરોળીયા ના હસ્તે આ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ તકે શિતલ આઈસ્ક્રીમ ના દિનેશભાઈ ભુવા, જીલ્લા યુવા ભાજપના મંત્રી કિશન શિલુ , શકિત ગ્રુપ ના પ્રમુખ અશોકભાઇ વાળા, નરેન્દ્ર સિંહ પરમાર,દિલીપ સિંહ ઠાકોર,સહિત તમામ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન સમર્પણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું સંસ્થા ના પ્રમુખ જીજ્ઞેશ દાફડા, જયરાજસિંહ રાઠોડ, મયુરભાઈ ખાનપરા, રાજેશ રાઠોડ, ચિરાગભાઈ સાદરાણી, વિપુલભાઈ સાદરાણી, રમેશભાઈ ખાનપરા, સહિત તમામ આગેવાનો ભારે જહેમત ઉઠાવી ને કાર્યકમ સફળ બનાવેલ હતો સંસ્થા ના પ્રમુખ જીજ્ઞેશ દાફડા જણાવ્યું હતું કે દર વર્ષે ઉનાળામાં કાળઝાળ ગરમી અને ધોમધખતા તાપમાં હજારો પક્ષીઓ મરી જાય છે ત્યારે સમર્પણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલી ના માળા અને પાણી ના કુંડા ૧૦૦ થી વધુ ચકલી ના માળા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવે છે તેમ જયરાજસિંહ રાઠોડ અને મયુરભાઈ ખાનપરા ની યાદી માં જણાવ્યું હતું
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


