Gujarat

સરકારી અધિકારીશ્રીની મુલાકાત માટે વિવિધ વિગતોની ચિઠઠી લખાવી અનુમતિ લેવડાવતા હોવાની રીત – ૨સમની કોઇ જોગવાઇ નથી. દરવાજા ઉ૫૨ ” ૨જા સિવાય પ્રવેશ ક૨વો નહીં ” આવી સૂચના લખવાની પણ કોઇ જોગવાઇ નથી. – સાવરકુંડલાના આર.ટી.આઇ.એકટીવીસ્ટ અને વ્હીસલ બ્લોઅરની જાહેર જનતા જોગ સ્પષ્ટતા. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ડો.આર.યુ.મહેતા ઘ્વારા જનહીતમાં કરેલી આરટીઆઇમાં થયો ખુલાસો.
———————————————————————
 ૨ વર્ષ પહેલા અમરેલી જીલ્લાની કેટલીક કચેરીઓ જેવી કે કલેકટર કચેરી અમરેલી,નાયબ કલેકટર કચેરી,સાવરકુંડલા,મામલતદાર કચેરી,સાવરકુંડલામાં મુખ્ય અધિકારીશ્રીને મુલાકાત કરવા માટે જનાર અરજદાર પાસે તેમનું નામ,ગામ,સ૨નામ તેમજ શા માટે મળવા માગે છે જેવી વિગતોની ચિઠઠી લખાવી અનુમતી મેળવવા જણાવતા હોવા બાબતે કેટલાક લોકો ઘ્વારા સાવ૨કુંડલાના આરટીઆઇ એકટીવીસ્ટ અને વ્હીસલ બ્લોઅર ડો.આ૨.યુ.મહેતાને મૌખિક રજુઆત ક૨ેલ હતી.જે અંગે પ્રથમ કલેકટ૨ કચે૨ી,અમરેલીને આ પ્રકારની રીત–રસમ અંગેની ગાઇડલાઇન,નિયમોની આરટીઆઇ કરેલ હતી.જેના જવાબમાં “ માહિતિ ઉપલબ્ધ નથી “ તેવો જવાબ મળેલ હતો. ત્યારબાદ,ડો.મહેતા ધ્વારા કલેકટર કચેરી,અમરેલી તેમજ રાજયની વડી કચેરીઓને તા.૨૮/૨/૨૧ ના રોજ રજૂઆત ફરિયાદ કરેલ કે આ પ્રકારની રીત-રસમ કરવામાં આવે છે તે સ૨કા૨શ્રીની ગાઇડ લાઇન તથા પ્રોટોકોલનું  ઉલ્લંઘન છે.આ રીતે પોતાને વિશેષાધિકાર હોવાનો માહોલ બનાવીને પોતાનું મહીમા મંડન કરી રહેલ પણ જણાય છે. આ ગંભીર બાબત છે.જો આ અંગે તુરંત યોગ્ય પગલા લેવામાં નહીં આવે,તો શકયતા છે કે ધીરેધીરે તમામ કચેરીઓના અધિકારીશ્રીઓ આવી અમલવારી કરવા માંડશે. આ બાબત કાયદાઓના ઉલ્લંઘન સાથે આમજનતા માટે પણ અડચણરૂપ છે. ઉપરોકત વિગતેની રજુઆત બાદ,તા.૧/૯/૨૧ ના રોજ કરીથી તમામ વડી કચે૨ીઓને રજૂઆત/ફરીયાદ કરીને આ રીતરસમને સમગ્ર રાજયમાં બંધ કરાવવા સૂચના આપવા અંગે ડો.મહેતાએ અરજી આપી.તે અંગે સામાન્ય વહીવટ વિભાગ,ગાંધિનગર ધ્વારા ” તમારૂ સૂચન ઘ્યાને લીધેલ છે.” તેમ જણાવ્યું.૫રંતુ તે અંગેની આરટીઆઇના જવાબમાં
” કચેરી કાર્ય પધ્ધતિ “ના પાનાની નકલ આપી દીધી.પરંતુ કોઇ યોગ્ય પગલા લીધા નહીં કે કોઇ સૂચનાઓ જારી કરી નહીં.તેમ છત્તા,આવી રીત-રસમની કોઇ ગાઇડલાઇન કે જોગવાઇ ન હોવાનો સ્વિકાર કર્યો.
ડો.મહેતા જણાવે છે કે ઉપરોકત રીતે તમામ સ્પષ્ટતાઓ થયેલી હોય, આમજનતાએ આવી કોઇ રીત-રસમને પ્રોત્સાહન ન આપવું.તેમજ આવો આગ્રહ રાખતી કચેરી વિરૂધ્ધ ફરિયાદ કરીને નિયમપાલન અંગે જાગૃતિ બતાવવી. આવું ડો. આર. યુ. મહેતાની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *