છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા જિલ્લા સંકલનમાં વારસાઈ કેમ્પોની આગવી રજુઆત કરતા કવાંટ મામલતદાર કચેરી દ્વારા કવાંટ તાલુકાના મોટી સાંકળ ગામે વારસાઈ જુબ્બેસ માટેનો કેમ્પ યોજાયો હતો જેમાં સાંસદ ગીતાબેન રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સાંસદ ગીતાબેન રાઠવાની સાથે આ કેમ્પમાં કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ છાયાબેન રાઠવા, કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઇ રાઠવા તેમજ તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયત સભ્યો તથા આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
આ વારસાઈ કેમ્પોમાં સરકારી વહીવટી તંત્રમાં અધિકારીઓ ગામમાં આવીને ત્યાં સ્થળ પર જ જરૂરી પુરાવા લઈને વારસાઈ કરવામાં આવે છે.એમ સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


