Gujarat

સાગર સમા સંત ગુણીયલ ગરીબદાસજી, ભજનમાં રહેતા ભરપુર, નશો જેને નામનો. હાવતડ ગામની ભૂમિ ઉપર

સાગર સમા સંત ગુણીયલ ગરીબદાસજી, ભજનમાં રહેતા ભરપુર, નશો જેને નામનો. હાવતડ ગામની ભૂમિ ઉપર મંગળવાર થી શ્રી રામદેવજી ચરિત માનસ કથાનો પ્રારંભ થશે. લાઠી તાલુકાના હાવતડ ગામે આવેલ શ્રી રામદેવપીર આશ્રમમાં તા.૨૧-૨ ને મંગળવાર થી પુ. સંતશ્રી ગરીબદાસ બાપુની જન્મ જયંતિ નિમિત્તે વકતાશ્રી ભીમજી ભગત ( ભાવનગરવાળા ) ના મુખેથી સંગીતમય શૈલીમાં શ્રી રામદેવજી જીવન ચરિત્ર સાથે નીજારી સંતોની જીવન લીલાઓને વર્ણવી શ્રોતાજનોને રસપાન કરાવશે. બપોરના ૨ કલાકે સીતારામના નિવાસ સ્થાનેથી ઢોલ અને શરણાઈ ની ધૂન સાથે કથા મંડપે પહોંચશે. તા.૨૭-૨ ને સોમવારે કથાને વિરામ આપવામાં આવશે. રામદેવપીર આશ્રમના મહંત ( આયોજક) શ્રી શંભુભગત ગુરુ ગરીબદાસ બાપુ અને સેવક સમુદાયે કથા અને પાટ દર્શનનો લાભ લેવા જણાવ્યું છે.કથા દરમ્યાન બપોરના સમયે ભોજન પ્રસાદ રાખેલ છે.( અતુલ શુક્લ દામનગર)

IMG-20230219-WA0126-1.jpg IMG-20230219-WA0127-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *