Gujarat

સાચા સંત વિના ભગવાન સુધી પહોંચી શકાતું નથી.-પૂ.નિષ્કામ સ્વામી

સ્વામી નારાયણ મંદિર વાસણા સંચાલિત ગોધરા સ્વામીનારાયણ મંદિરના શ્રી નિષ્કામ સ્વામીજીની અધ્યક્ષતામાં શહેરા તાલુકાના નવીવાડી ગામ ખાતે દિવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરીભક્તોએ સંતવાણીનું રસપાન કર્યું હતું.સ્વામીજીનું નવીવાડી ખાતે આગમન થતાં સરપંચશ્રી રમેશભાઇ માછી તથા કાર્યક્રમના આયોજક શ્રી કાન્તીભાઇ માછીએ આરતી ઉતારી ફુલહારથી સંતોનું સ્વાગત કર્યું હતું.

વ્યાસપીઠ ઉપરથી પોતાના પ્રવચનમાં નિષ્કામ સ્વામીએ કહ્યું હતું કે..ચૌરાશી લાખ યોનિઓમાં સમુદ્રમાં જેટલું પાણી છે એટલું માતાનું ધાવણ આપણે બધા ધાવ્યા છીએ ત્યાર બાદ ભગવાનની કૃપા થઇ ત્યારે મનુષ્યનો જન્મ મળ્યો છે.મનુષ્ય જન્મ ફક્ત ચૌરાશી લાખ યોનિઓના ફેરા ના ફરવા પડે તે માટે મળ્યો છે.આ જન્મમાં સાચા સંતોનો સંગ કરીએ કેમકે સંત દર્શનથી પાપ બળે છે.સાચા સંત વિના ભગવાન સુધી પહોંચી શકાતું નથી.સાચા સંતો પૃથ્વી ઉપર વિચરતા હોય છે પરંતુ ભગવાનની કૃપા થાય તો જ સંતનો ભેટો થતો હોય છે.સત્સંગમાં જઇએ તો ખાલી થઇને કંઇક લેવાના ભાવથી જઇએ.સાચા સંતોનો સંગ કરી સદગુરૂ કૃપાથી પ્રભુને પામીને મોક્ષ મેળવવા માટે મળ્યો છે કેમકે મનુષ્ય સિવાઇ બીજા કોઇ જીવો ભક્તિ કરી શકતા નથી.

આપણા બધાનું જીવન આધિ વ્યાધિ અને ઉપાધિથી ખરડાયેલું છે.દરેકને કાળ કર્મ માયા પાપ અને યમદૂતનો ભય છે.પોતાની મેળે ગમે તેટલી સાધના કરીએ,યાત્રા કરીએ પરંતુ સાચા સંત ના મળે ત્યાં સુધી ભગવાન સુધી પહોંચી શકાતું નથી,પાપ બળતા નથી.ગુ-એટલે અંધકાર અને રૂ-એટલે પ્રકાશ.જે માયાના અંધકારમાંથી બહાર કાઢી ભગવાન સુધી પહોંચાડે તે ગુરૂ છે.જે ગુરૂ પોતે માયાના બંધનોમાં બંધાયેલા હોય તે બીજાને મુક્ત કરી શકતા નથી.

જે ભગવાનના દિવ્યભાવથી દર્શનથી કરે છે તેનો આલોક અને પરલોક સુખી થાય છે.સ્ત્રી અને દ્રવ્ય મોટામાં મોટા બંધન છે.ગમે તેવા પાપ કર્મો કર્યા હોય,અધર્મી હોય તે પણ ભગવાન અને સંતોના શરણે જાય તો તેના પાપ બળી જાય છે.ગુરૂની કંઠી ધારણ કરવાથી ભગવાન રક્ષા કરે છે.

ઘરમાં અનીતિનો પૈસો આવશે તો ઘણી જ ભૂંડી દશા આવશે.અનીતિથી દુનિયાનો વૈભવ એકઠો કરી શકાય છે પરંતુ તેનાથી ભગવાનની કૃપા પામી શકાતી નથી.જયાંસુધી ભગવાનની કૃપા પ્રાપ્‍ત થતી નથી ત્યાંસુધી વૈભવના શિખર ઉપર બેસીને ૫ણ માનવીને શાંતિ મળતી નથી.જેને કાળ કર્મ માયા અને પાપથી રહિત થવું હોય તેમને સંત અને ગુરૂના શરણમાં જવું જોઇએ.

 

વિનોદભાઇ માછી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

unnamed-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *