Gujarat

સાબરકાંઠા જિલ્લાના  ખેડૂતોની સ્વીટ ક્રાન્તિ, મધની ખેતી કરી મેળવે છે સારી આવક

ગુજરાતના ખેડૂતો હરિત ક્રાન્તિ, શ્વેત ક્રાન્તિ પછી હવે સ્વીટ ક્રાન્તિ તરફ આગળ વધી છે. આવી જ રીતે સાબરકાંઠામાં અત્યારે ખેડૂતો મધની ખેતી કરી રહ્યા છે. તેના કારણે તેમને કયા કયા ફાયદા થઈ રહ્યા છે આવો જાણીએ.

ખાનગી કંપનીઓ સાથે કર્યા કરારસાબરકાંઠા સમગ્ર દેશમાં 10.3 ટકા જેટલો કૃષિ વિકાસ દર હાંસલ કર્યા બાદ ગુજરાતમાં ખેડૂતો હવે હરિત ક્રાંતિ શ્વેત ક્રાંતિ કર્યા બાદ હવે સ્વીટ ક્રાંતિ (રફ વળ્યા છે. અહીં સાબરકાંઠાના 150થી વધારે ખેડૂતો હાલમાં રવિ સિઝનમાં રાઈ, તેલીબિયાંની  સાથે હવે મધની ખેતી કરતા પણ થયા છે, જેના પગલે રાઈની ખેતીમાં ઉત્પાદન તો વધુ રહ્યા છે, પરંતુ મધની ખેતીથી આર્થિક ફાયદો (ણ મેળવતા થયા છે. ત્યારે આવો જોઈએ  નો આ અંગેનો વિશેષ અહેવાલ.
ખેડૂતો મધમાખીનો કરી રહ્યા છે ઉછેર ભારત એ ખેતીપ્રધાન દેશ છે, જેના પગલે ખેતીમાં નિત નવા આયામો ખેડૂતો સર કરી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોએ રવિ પાકની સાથે સાથ હવે સ્વીટ ક્રાન્તિ તરફ મંડાણ કર્યા છે. જી હાં, સ્વીટ ક્રાન્તિ. જિલ્લામાં ખેડબ્રહ્મા પોશીના સહિત હિંમતનગર તાલુકામાં 3,600 હેક્ટર જમીનમાં રાઈનું વાવેતર કરાયું છે. જોકે, તેલીબિયાં પાકમાં આવતા રાઈમાં હાલ ફ્લાવરિંગનો સમય હોવાના પગલે મધમાખી  માટે આ મહત્વનો સમયગાળો છે. ત્યારે ખેડૂતો હવે રાઈના ઉત્પાદન વધારવાની સાથોસાથ આર્થિક દ્રષ્ટિએ વધુ મજબૂત થાય તે માટે મધમાખીનો ઉછેર પણ કરી રહ્યા છે

ઉછેરખાનગી કંપનીઓ સાથે કર્યા કરાર જોકે, સ્થાનિક ખેડૂતોનું માનીએ તો, હાલમાં મધમાખી ઉછેર કરવાના  પગલે ખાનગી કંપનીઓ દ્વારા તેમને મફતમાં બીજ અપાઈ રહ્યા છે. તેમ જ મધમાખીના  પગલે રાયના પાકનું ફલ્લીનીકરણ વધતા ઉત્પાદનમાં પણ ખૂબ મોટો ફરક આવ્યો છે. સાથોસાથ ખાનગી કંપનીઓ દ્વારા 200 રૂપિયાથી વધારે ભાવ આપી રાઈનો પાક ખરીદવાના કરાર પણ થઈ રહ્યા છે, ત્યારે હવે રાઈના પાકથી ખેડૂતોને આર્થિક સદ્ધરતા મેળવી રહ્યા છે.

મધની વધી રહી છે માગ જમ્મુ કાશ્મીરથી આવેલા મધની ખેતી કરનારા ખેડૂતે જણાવ્યું હતું કે, મધ એ આયુર્વેદિકની દ્રષ્ટિએ માનવ શરીર માટે ખૂબ જ મહત્વનું છે. તેમ જ હાલમાં દિન પ્રતિદિન તેની માગ વધી રહી છે. ત્યારે આગામી સમયમાં મધની ખેતીમાં શ્રેષ્ઠ પરિણામો મળી શકે તેમ છે. સાથોસાથ ખેડૂતો માટે આ વધારાની આવક સાબિત થઈ રહી છે ત્યારે ગુજરાતના અન્ય ખેડૂતો પણ આ દિશા તરફ વળે તો મધ થકી આર્થિક સધ્ધરતા  મેળવી શકે છે.

2લાખ હેક્ટરમાં રાઈનું વાવેતર સાબરકાંઠા જિલ્લામાં સ્વીટ ક્રાન્તિ થકી હાલમાં 150થી વધુ ખેડૂતો ખેતીક્ષેત્રે નવા પગરાવ કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં રાઈની ખેતી કરનારા ખેડૂતો 3,600 હેક્ટર જમીનમાં રાઈનો પાક વાવ્યો છે. તેમ જ ખેતીની સાથે સાથ હવે સ્વીટ ક્રાન્તિના પગલે એક નવો આયામ સિદ્ધ કરી રહ્યા છે. ઉપરાંત સમગ્ર ઉત્તર ગુજરાતમાં 2 લાખ 70 હજાર હેક્ટર જમીન ઉપર રાઈનું વાવેતર થયું છે. તેમ જ સ્વીટ ક્રાંતિ અંતર્ગત મધના ઉત્પાદનમાં પણ ખૂબ મોટો વધારો જોવા મળે છે હાલના તબક્કે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી 120 ટન જેટલો મધનું ઉત્પાદન મળી રહ્યું છે જે આગામી સમયમાં મોટાભાગના ખેડૂતો માટે મધની ખેતી સહાયરૂપ બની રહે તો નવાઈ નહીં.

ww.00_11_49_49.Still026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *