હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર એસટી ડેપોમાં છેલ્લા કેટલાય સમયથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જાેવા મળી રહ્યા છે જ્યારે એસટી ડેપો પર હજારો લોકોની અવરજવર રહે છે સાથે સાથે લગ્નની પણ સિઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે આ સીસીટીવી કેમેરા બંધ હોવાના કારણે ખીસા કાતરૂઓ અને ગાંઠિયાઓને જાણે મોકલું મેદાન મળી ગયું હોય કેમ જણાય છે આ અંગે ડેપો મેનેજર નો સંપર્ક કરતા તેમને જીએનએસ ને જણાવ્યું હતું કે વાત સાચી છે કેટલાક કેટલાક સમયથી બસ ડેપો પર સીસીટીવી કેમેરા બંધ છે જાેકે તેમને જણાવ્યું હતું કે ઉપરની ઓફિસમાં આ અંગેની મેં જાણ કરી છે એટલું તો તેમને સ્વીકાર્યું કે સીસીટીવી કેમેરા કેટલાક લાંબા સમયથી બંધ છે જ તો હવે એક તરફ લગ્નની સિઝન બસમાં ચડવા માટે મુસાફરોની ગીરદી અને આ સમય ખીસા કાતરુ ઓ અને ગઠિયાઓને માટે તો સીઝન આવી ગઈ છે જે હોય તે સીસીટીવી કેમેરા ઝડપથી ચાલુ થાય અને પ્રજાને રાહત થાય એવી પ્રજાની અપેક્ષા છે હવે સીસીટીવી કેમેરા ક્યારે ચાલુ થશે તે તો આવનારો સમય બતાવશે.
